Uncategorized
ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ શાળાઓ તથા સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાતથી તંત્ર માં દોડધામ
( પ્રતિનિધિ કાજર બારીયા,પાવીજેતપુર)
કવાંટ તાલુકામાં આવેલા રૂમડિયા ગામે મોડલ ડે સ્કુલ ની ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ આકસ્મિક મુલાકાત લેતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગામની પ્રાથમિક શાળા, સરકારી દવાખાના, આંગણવાડી, સરકારી અનાજની દુકાન તેમજ ગ્રામ પંચાયત કચેરીમાં આકસ્મિક મુલાકાત લઈ તપાસ હાથ ધરતા સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થયું હતું.
ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ અધિકારીઓને ગામડાઓમાં આકસ્મિક મુલાકાત કરી આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળાઓ, કોલેજો, વ્યાજબી ભાવની દુકાનો, પંચાયત ઓફિસ, બેંકો સહિતની જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની પરિસ્થિતિ જાણવા તેમજ કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે તે અંગેનો રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને ગતરોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા રૂમડિયા ગામે મોડલ ડે સ્કુલ ની ધારાસભ્યએ આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ્કુલમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે કે કેમ સાથે શાળામાં શિક્ષકો સમયસર હાજર રહે છે કે કેમ તેમ જ વિધાર્થીઓને સરકારી મધ્યાહન ભોજનના યોજનાનું મેનુ પ્રમાણે ભોજન મળે છે કે કેમ તેની ચકાસણી કરી હતી.અને મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનને ધારાસભ્યએ પોતે ભોજન કરીને ગુણવત્તાની ચકાસણી કરી હતી.
ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ ધનીવાડી ગામે આવેલ સરકારી અનાજના ગોડાઉનની મુલાકાત લીધી હતી. સરકારી અનાજનાં ગોડાઉનની મુલાકાત દરમિયાન ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ લાભાર્થીઓને પૂરતો જથ્થો મળે છે કે કેમ? તેની ચકાસણી કરી હતી સાથે જરૂરી સૂચનો પણ કર્યા હતા.
આ ઉપરાંત ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ આંગણવાડી, ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી. જ્યા ધારાસભ્યએ ગામડાંનાં લોકો સાથે મુલાકાત કરી હતી અને ગામ લોકો પાસે તેઓને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને અધિકારીઓને સૂચના આપી સરકારના નિયમ અનુસાર તાત્કાલિક નિકાલ કરવા માટે જણાવ્યું હતું.