Vadodara

ધારાસભ્ય કેતન ઇનામદાર લોકો સાથે જમીન ઉપર બેસી હતભાગી પરિવાર ના દુખ માં સહભાગી બન્યા

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

સાવલી, ના પોઇચા ગામ પાસે થી પસાર થતી મહીસાગર નદી માં દશામાં ની મૂર્તિઓ નું વિસર્જન કરવા ગયેલ ગ્રામજનો પૈકી એક સગીર સહિત અન્ય બે યુવાનો નદી માં તણાઈ જવાની ઘટના બની હતી વડોદરા ફાયરબ્રિગેડ ની ટીમ દ્વારા તણાઈ ગયેલા ની શોધખોળ હાથ ધરી હતી જેમાં એક નો મૃતદેહ મળી આવ્યો હતો જયારે વડોદરા ફાયરબ્રિગેડ અને એન,ડી,આર,એફ, ની ટીમ એ મોડી સાંજ સુધી શોધખોળ કરતા અન્ય બે તણાયેલ ને શોધવા માં સફળતા મળી નહોતી આજે સવારે ગ્રામજનોએ નદી એ તપાસ કરતાં રણછોડપુરા ગામ ના સગીર સહિત યુવક નો મૃતદેહ મળી આવતાં સાવલી ના સરકારી દવાખાને પી,એમ, અર્થે લવાયો ગ્રામજનો ના ટોળાં ઉમટી પડ્યાં.

Advertisement

વડોદરા જિલ્લા સાવલી તાલુકાના કનોડા,પોઇચા ગામ પાસે થી પસાર થતી મહીસાગર નદી માં ગઈ કાલે રણછોડપુરા ના ગ્રામજનો પોઇચા ની મહીસાગર નદી માં દશામાં ની મૂર્તિઓ નું વિસર્જન કરવા આવ્યા હતાં ત્યારે રણછોડપુરા ગામ ના એક સગીર સહિત ત્રણ યુવાનો મહીસાગર નદી માં તણાઈ ગયાં ની ગોઝારી ઘટના બની હતી ઘટના ને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી ઘટના ની જાણ થતાં ધારાસભ્ય કેતન ઇનામદાર, પ્રાંતઅધિકારી,મામલતદાર,સાવલી પોલીસ સહિત વહીવટીતંત્ર એ વડોદરા ફાયરબ્રિગેડ અને એનડીઆરએફ ની ટીમ ની મદદ થી નદી માં શોધખોળ હાથ ધરાઈ હતી.

એકજ ગામ ના ત્રણ આશાસ્પદ યુવકો ડૂબી જવાની બનેલી ઘટના ને પગલે લોકટોળાં ઉમટી પડ્યાં હતાં શોધખોળ દરમિયાન વડોદરા ફાયર બ્રિગેડ ની ટીમ ને ત્રણ તણાઈ ગયેલ પૈકી 29 વર્ષીય ગોહિલ સંજયભાઈ પૂનમભાઈ ના મૃતદેહ ને શોધવા માં સફળતા મળી હતી જેને પી,એમ,અર્થે સાવલી સરકારીદવાખાને ખસેડાયો હતો જયારે અન્ય બે તણાઈ ગયેલા ની શોધખોળ મોડી સાંજ સુધી કરવામાં આવી હતી પણ સફળતા મળી નહતી આજે સવારે ગ્રામજનોએ નદી માં તપાસ કરતા ગઈકાલે મહીસાગર નદી માં તણાઈ ગયેલ યુવક કૌશિક ઉં,વ,26 અને 15 વર્ષીય ગોહિલ વિશાલ નો મૃતદેહ મળી આવ્યો હતો અને પી,એમ,અર્થે સાવલી ના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ના પી,એમ,રૂમ પર લવતાં ગ્રામજનો ના ટોળાં ઉમટી પડ્યાં હતાં

Advertisement

* લાગણીશીલ ધારાસભ્ય કેતન ઇનામદાર શોધખોળ દરમિયાન હાજર રહી લોકો સાથે જમીન ઉપર બેસી હતભાગી પરિવાર ના દુખ મા સહભાગી બન્યા

Advertisement

Trending

Exit mobile version