Surat
કાપોદ્રાની અકસ્માત બાદ MLA કુમાર કાનાણીનું નિવેદન, :પોલીસની કાર્યવાહી મોડી રાતે થવી જોઈએ”
(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતમાં કાપોદ્રામાં બનેલી અકસ્માતની ઘટના બાદ ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે અમદાવાદની ઘટના બાદ પોલીસે કાર્યવાહી ખુબ જ સઘન બનાવી છે. પરંતુ આ કાર્યવાહી માત્ર દિવસે થાય છે જેના થકી ગરીબ અને સામાન્ય માણસો ભોગ બને છે. પોલીસની આ કાર્યવાહી મોડી રાતે થવી જોઈએ.ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે કાપોદ્રા વિસ્તારમાં જે અકસ્માતની ઘટના બની છે તેમાં પોલીસની કાર્યવાહી થઇ ચુકી છે, પોલીસે એફઆરઆઈ દાખલ કરી છે, ચાલકની અટકાયત કરી લીધી છે.પરંતુ આવી ઘટના બને તે ખુબ જ ગંભીર બાબત છે. અમદાવાદની જે ઘટના બની ત્યાર પછી પોલીસે કાર્યવાહી ખુબ જ સઘન બનાવી છે. આખા ગુજરાતમાં તે કાર્યવાહી ચાલી રહી છે પરંતુ હું ચોક્કસપણે માનું છું કે પોલીસ મોટા ભાગની કાર્યવાહી દિવસના કરે છે. દિવસ દરમ્યાન ડ્રાઈવ ચાલે છે. ૨૦ થી ૨૫ પોલીસ જવાનો રોડ પર ઉભા રહીને લોકોને ટ્રાફિક નીયમ ભંગ બદલ દંડ કરે છે. તો આ પ્રકારની ઘટનાઓ મોડી રાતે બને છે. દિવસ દરમ્યાન આવી ઘટનાઓ બનવાની કોઈ શક્યતા નથી. કારણ કે દિવસ દરમ્યાન તો ટ્રાફિક હોય છે.
દિવસ દરમ્યાન નશો કરીને ગાડી ચલાવવા કોઈ નીકળતું પણ નથી. તો આવી કાર્યવાહીથી સામાન્ય અને ગરીબ લોકો ભોગ બને છે, લાયસન્સ, હેલ્મેટ, નબર પ્લેટ વગેરે બાબતોને લઈને લોકોને દંડ કરવામાં આવે છે. આવી અકસ્માતની ઘટનાઓ તો રાતે બને છે. જે દિશાહીન યુવાનો છે તેઓ રાતે નશો કરીને બેફામ ગાડી લઈને નીકળે છે. ત્યારે હું ચોક્કસપણે માનું છું કે પોલીસની કાર્યવાહી મોડી રાતે થવી જોઈએતેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે, કંટ્રોલ રૂમ પણ છે. લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ઈ મેમો ઘરે આવે છે, ત્યારે રાત્રીના સમયે નશો કરીને બેફામ વાહનો ચલાવતા લોકો પર વોચ હોવી જોઈએ અને આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. ફક્ત ને કફત વહીવટી તંત્ર પર આધાર રાખવાની જગ્યાએ હવે માં-બાપે પણ જાગૃત થવું જોઈશે. આપણા દીકરા-દીકરી ક્યાં જાય છે, રાતે કેટલા વાગે જાય છે, કેટલા વાગે ઘરે આવે છે, શું કરવા જાય છે. આ બધી બાબત માં-બાપે પણ ધ્યાન રાખવું પડશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાયદામાં પણ હવે સુધારો કરવો પડશે. આવા લોકો સામે કડક સજા થાય એના કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા થાય એવા પણ પ્રયસો કરવા પડશે.