Connect with us

Chhota Udepur

વિદ્યાર્થીઓની મુશ્કેલીનુ તાત્કાલિક નિવારણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિધાર્થીઓ માટે નવી બસ મુકાવી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

 

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસ માટે પાવી જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાંથી સેંકડો વિદ્યાર્થીઓ છોટાઉદેપુર વડોદરા જેવા શહેરોમાં શિક્ષણ મેળવવા માટે અપડાઉન કરતા હોય છે. બસો ઓછી હોવાના કારણે સરકારી બસોમાં વિદ્યાર્થીઓની ભીડ જોવા મળેછે શિક્ષિત થવા માટે યુવાનો અને યુવતીઓ જોખમી મુસાફરી કરતા હોવાથી વિદ્યાર્થીઓ દ્વારા છોટાઉદેપુરના લોકસેવક  ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને પોતાની મુશ્કેલીઓ મૌખિક જણાવી હતી.

Advertisement

શિક્ષણનું મહત્વ સમજતા શિક્ષિત ધારાસભ્યએ વિદ્યાર્થીઓની સમસ્યાનુ નિરાકરણ લાવવા માટે ડેપો મેનેજર તેમજ GSRTC ના ઉચ્ચ અધિકારીઓને સ્થાનિક વિધાર્થીઓની પરિસ્થિતિ થી વાકેફ કરી તેમની મુશ્કેલી તેમના સમક્ષ રજુ કરી અહીં વિદ્યાર્થીઓ માટે નવી બસ મુકવા માટે રજૂઆત કરી હતી. તેના અનુસંધાને વિદ્યાર્થીઓ  માટે નવી બસ મુકતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને વિધાર્થીઓએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

રજૂઆતના પગલે નવી મૂકવામાં આવેલી બસ છોટાઉદેપુર ખાતેથી સવારે સાડા સાત વાગ્યે નીકળી છેવાડાના ગામો ઝોઝ, કુંડલ, જેતપુરપાવી, હરવાંટ જેવા પાંત્રીસ થી વધુ ગામોના અસંખ્ય વિદ્યાર્થીઓને સમયસર અને સુરક્ષિત રીતે શાળાએ લઈ જવા અને પાછા લાવવાનું કાર્ય કરે છે.

Advertisement

છોટાઉદેપુરના લોકસેવક અને કાર્યશીલ ધારાસભ્ય કે જેવો પ્રજાની સેવામાં હર હંમેશ તૈયાર રહે છે. વિદ્યાર્થીઓની લાગણીને સમજી તેમને તાત્કાલિક બસ મુકાવી સર્વ શિક્ષા અભિયાનને વેગ આપ્યો છે. તેમનું લક્ષ્ય છે કે, આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધે અને તેઓ સારા હોદ્દા ઉપર નોકરી કરે શિક્ષણ હોય કે રમતગમત દરેક ક્ષેત્રમાં આદિવાસી વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંકે આવી છોટાઉદેપુર જિલ્લો તથા આદિવાસી સમાજમાં ગૌરવ વધારે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓને બસની સુવિધા મળતા વિદ્યાર્થીઓએ તેમને ટેલીફોનિક વાત કરી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!