Chhota Udepur
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મનરેગા યોજના હેઠળ નવનિર્મિત સાત પ્રકલ્પોનું લોકાર્પણ કરશે

(પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી યોજના અંતર્ગત બનાવવામાં આવેલા સાત પ્રકલ્પોનું છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
છોટાઉદેપુર તાલુકા વહીવટીતંત્ર તરફથી મળતી વિગતો અનુસાર મનરેગા યોજના અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના વસેડી ખાતે નવીન આંગણવાડી કેન્દ્ર વસેડી-૨, નવીન આંગણવાડી કેન્દ્ર ખુટાલીયા-૨, નવીન આંગણવાડી કેન્દ્ર ઝેર-૧, ઝેર નવીન ગ્રામ પંચાયત ઘર, નવીન આંગણવાડી કેન્દ્ર ઝોઝ-૧, નવીન આંગણવાડી કેન્દ્ર ઝોઝ-૩ અને નવીન આંગણવાડી કેન્દ્ર ગુડા-૧નું લોકાર્પણ છોટાઉદેપુરના ધારાસભ્યને હસ્તે કરવામાં આવશે.
આ લોકાર્પણ સમારોહમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઇ રાઠવા, ઉપપ્રમુખ સુમનભાઇ રાઠવા, કારોબારી અધ્યક્ષ વાનુબેન વસાવા અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેન આકાશભાઇ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે એમ છોટાઉદેપુર તાલુકા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.