Chhota Udepur

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અસરગ્રસ્ત ની મુલાકાતે જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ આપશે

Published

on

છોટાઉદેપુર ના લાગણીશીલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આગમાં ઘર બળી જતાં પાયમાલ થયેલા વૃધ્ધ દંપતી ની મુલાકાત લઈ તેમના તરફ થી જીવન જરૂરિયાત વસ્તુઑ આપવાની તેમજ તત્કાળ સરકારી સહાય આપવાની તંત્ર ને સૂચના આપી હતી

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના આંબાખૂંટ ગામે આકસ્મિક આગ લાગવાને કારણે એકલવાયા રહેતા વડીલ દંપતી નું ઘર આગમાં બળી જતાં ઘરમાં રહેલ ઘરવખરી,રોકડ, દાગીના આગમાં બળી જતાં પરિવાર રોડ ઉપર આવી ગયો હતો હાલ માં ગ્રામજનોએ વૃદ્ધ દંપતીને પોતાના ઘરે આસરો આપ્યો છે

Advertisement

આ ઘટનાની જાણ છોટાઉદેપુરના લાગણીશીલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ને થતાં તેઓ આજરોજ ઘટનાસ્થળે પહોંચી આગજન્ય બનાવમાં નુકસાની અંગે સ્થળ તપાસ કરી ડાયરીમાં નોંધ કરી આગની ઘટનામાં થયેલા નુકસાની અંગે સર્વે રિપોર્ટ તૈયાર કરી જરૂરી નુકસાની સહાય અસરગ્રસ્ત પરિવારને મળે તે માટે કાર્યવાહી કરવા જવાબદાર તંત્ર અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને બનાવની જાણ થતાં બધા કામ પડતાં મૂકી અસરગ્રસ્ત પરિવારની મદદે તાત્કાલિક દોડી આવ્યા હતા અણધારી આફતનો ભોગ બનેલા પરિવાર ને  આશ્વાસન આપી તાત્કાલિક જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, વાસણ, કપડા તેમજ રોકડ સહાય પોતાના ખિસ્સા માથી આપી  અન્ય સરકારી સહાય માટે તંત્રના અધિકરીઓને જરૂરી સૂચનાઓ આપી તાત્કાલિક સહાય અસરગ્રસ્ત પરિવારને મળે તે દિશામાં કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.

Advertisement

રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના લાગણીશીલ ધારાસભ્ય તરીકે ઓળખાયછે મોહનસિંહ રાઠવા 50 વર્ષ સુધી આ બેઠક ઉપર અજેય રહ્યા હતા પ્રજાની સેવા કરવામાં રાજેન્દ્રસિંહ રાઠવા તેમના પિતા કરતાં પણ ચાર ડગલાં આગળ છે છોટાઉદેપુર જનતા ના તેઓ ઢાલ જેવા મિત્ર છે જે પ્રજાના દુખ માં સૌથી આગળ હોય છે

Advertisement

Trending

Exit mobile version