Chhota Udepur
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતથી ૧૭ રોડ રિ-સર્ફેસ કરવાની મંજૂરી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર વિધાનસભા વિસ્તારના સક્રિય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆત અને પ્રયત્નો થકી છોટાઉદેપુર તથા જેતપુરપાવી તાલુકાના ૧૭ જેટલા કામોને રૂ ૪૦.૪૦ કરોડના ખર્ચે રી-સર્ફેસ કરવા માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.
જેમાં મોટી સઢલી એપ્રોચ રોડ, પુનિયાવાંટ થી વસેડી રોડ, દેવહાંટ થી ઝોઝ રોડ, વચલીભીત થી મોટીખાંડી રોડ, ભિખાપૂરા – બોરકંડા રોડ, ખડકવાડા – ભોરદલી – બાલાવાંટ રોડ, દેવડાંટ – કટારવાંટ -રજુવાંટ – મોટા રામપુરા રોડ, જેસીંગપુરા – ફતેપૂર – નરવાનીયા – ઝાબ રોડ, કનાવાંટ (કાછેલ) એપ્રોચ રોડ, સિંગલા – બાડવાવ રોડ, કાછેલ (સુ) એપ્રોચ રોડ, જેતપુર – પાલિયા રોડ, કુંડલ એપ્રોચ રોડ, તેજગઢ – પાલસંડા – કીકાવાડા રોડ, વડોથ એપ્રોચ રોડ, બામરોલી – કથોલા રોડ, મોટા કાંટવા – બામરોલી રોડ જેવા ૧૭ જેટલા રોડનો સમાવેશ થાય છે.
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સક્રિયતાથી છોટાઉદેપુર જિલ્લામાં પણ સંખ્યાબંધ રોડ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં શ્રેણીબદ્ધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. જે આમ જનતા માટે ખૂબ જ ઉપયોગી અને સુવિધાજનક થશે.