Panchmahal
પાણીયા આદિવાસી સંગઠન દ્વારા કાલોલ, હાલોલના ધારાસભ્યોનુ કરાયું સન્માન

(પ્રતિનિધિ ગોકુળ પંચાલ)
પાણીયા આદિવાસી સંગઠન દ્વારા એરાલ ગ્રામ પંચાયતના ગુજરાતી શાળામાં કાલોલ અને હાલોલ તાલુકાના ધારાસભ્યનો આદિવાસી દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો
જેમાં કવાંટ તાલુકાના બળદ ગામ થી ડો રાજેન્દ્ર મુનિ મહારાજ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તાલુકા ભાજપ કાર્યકર્તાઓ ,પ્રાથમિક શાળાના આચાર્ય કિરીટભાઈ પટેલ મદદનીશ શિક્ષક કામિનીબેન પટેલ અને શાળાનો અન્ય સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને ડોક્ટર રાજેન્દ્ર મુની દ્વારા પાણીયા ગામમાં આદિવાસી સ્કૂલ બનાવવાનું વચન આપ્યું હતુ એરાલ સરપંચ દ્વારા ગામના વડીલ, યુવાન કાર્યકરો દ્વારા ધારાસભ્યનો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો