Panchmahal
હાથણી ધોધ માં ન્હાવા આવેલા વડોદરાના સહેલાણીના બેગમાંથી મોબાઇલની ચોરી

ગોકુળ પંચાલ
ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં સુજલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ઘોઘંબા તાલુકાના સરસવા ખાતે આવેલ હાથણી માતાના ધોધ ઉપર ન્હાવા માટે આવ્યા હતા. તેમણે ન્હાવા જતા સમયે 33,000 નો મોબાઇલ તેમની પાસે રહેલ બેગમાં મૂકી ધોધ માં ન્હાવા ગયા હતા. નાહીને આવ્યા બાદ તેમણે બેગમાં પોતાના મોબાઈલની શોધખોળ કરી હતી
પરંતુ બેગમાં મોબાઈલ ન મળતા તેમણે આસપાસના વ્યક્તિઓને પૂછપરછ હાથ ધરી હતી પરંતુ મોબાઇલ ક્યાંય ન મળતા તેમણે રાજગઢ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી રાજગઢ પોલીસે આ બાબતે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી