Gujarat
મોબાઈલ મળ્યા, તસ્કરો નહીં!: આણંદ પોલીસે એક મહિનાની ડ્રાઈવમાં ગુમ થયેલા 126 મોબાઈલ શોધી કાઢ્યા
બ્યુરો હેડ બસર ચિશ્તી આણંદ..
- મોબાઈલ મળ્યા, તસ્કરો નહીં!: આણંદ પોલીસે એક મહિનાની ડ્રાઈવમાં ગુમ થયેલા 126 મોબાઈલ શોધી કાઢ્યા, કોની પાસેથી મળ્યા? તેનો કોઈ જ જવાબ નથી મળતો
આણંદ જિલ્લા પોલીસ દ્વારા એક મહિના સુધી કરાયેલી સ્પેશિયલ ડ્રાઇવમાં કુલ 126 ગુમ મોબાઇલ શોધી કાઢવામાં આવ્યાં છે. આ તમામ મોબાઇલ જે તે અરજદારને પરત આપવામાં આવશે. જોકે, આ મોબાઇલ કોની પાસેથી પરત મેળવ્યાં ? તે પ્રશ્નનો ઉત્તર કોઇની પાસે નથી. આ ડ્રાઇવમાં પોલીસે એક પણ મોબાઇલ તસ્કરની અટક બતાવી નથી. જેના કારણે આ સમગ્ર કામગીરી સામે કંઇક રંધાયું હોવાની શંકા ઉઠી છે.આણંદ જિલ્લામાંથી ગુમ, ખોવાયેલા 126 મોબાઇલ કિંમત રૂ.15,03,657 રિકવર કરવામાં આવ્યાં છે. પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર દ્વારા જિલ્લાના નાગરિકોના ગુમ થયેલા, ખોવાયેલા મોબાઇલો શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા, ખોવાયેલા મોબાઇલ અંગે દાખલ થયેલી જાણવા જોગની તપાસમાં ટેક્નિકલ ઇન્ટેલીજન્સની મદદથી આવા મોબાઇલ શોધી કાઢવા માટે 19મી ડિસેમ્બર,22થી 18મી જાન્યુઆરી,23 સુધી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે આણંદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ગુમ, ખોવાયેલા અંગે દાખલ થયેલી અરજીમાં પોલીસ દ્વારા ટેક્નિકલ ઇન્ટેલીજન્સની મદદથી કુલ 126 મોબાઇલ કિંમત રૂ.15,03,657 રીકવર કર્યાં છે. આથી, આ મોબાઇલ જે તે અરજદારને પરત સોંપવામાં આવશે.મોબાઈલ મળ્યા, તસ્કરો નહીં!:આણંદ પોલીસે એક મહિનાની ડ્રાઈવમાં ગુમ થયેલા 126 મોબાઈલ શોધી કાઢ્યા, કોની પાસેથી મળ્યા? તેનો કોઈ જ જવાબ નથી મળતો..
આણંદ જિલ્લા પોલીસ દ્વારા એક મહિના સુધી કરાયેલી સ્પેશિયલ ડ્રાઇવમાં કુલ 126 ગુમ મોબાઇલ શોધી કાઢવામાં આવ્યાં છે. આ તમામ મોબાઇલ જે તે અરજદારને પરત આપવામાં આવશે. જોકે, આ મોબાઇલ કોની પાસેથી પરત મેળવ્યાં ? તે પ્રશ્નનો ઉત્તર કોઇની પાસે નથી. આ ડ્રાઇવમાં પોલીસે એક પણ મોબાઇલ તસ્કરની અટક બતાવી નથી. જેના કારણે આ સમગ્ર કામગીરી સામે કંઇક રંધાયું હોવાની શંકા ઉઠી છે.
આણંદ જિલ્લામાંથી ગુમ, ખોવાયેલા 126 મોબાઇલ કિંમત રૂ.15,03,657 રિકવર કરવામાં આવ્યાં છે. પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર દ્વારા જિલ્લાના નાગરિકોના ગુમ થયેલા, ખોવાયેલા મોબાઇલો શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા, ખોવાયેલા મોબાઇલ અંગે દાખલ થયેલી જાણવા જોગની તપાસમાં ટેક્નિકલ ઇન્ટેલીજન્સની મદદથી આવા મોબાઇલ શોધી કાઢવા માટે 19મી ડિસેમ્બર,22થી 18મી જાન્યુઆરી,23 સુધી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે આણંદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ગુમ, ખોવાયેલા અંગે દાખલ થયેલી અરજીમાં પોલીસ દ્વારા ટેક્નિકલ ઇન્ટેલીજન્સની મદદથી કુલ 126 મોબાઇલ કિંમત રૂ.15,03,657 રીકવર કર્યાં છે. આથી, આ મોબાઇલ જે તે અરજદારને પરત સોંપવામાં આવશે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, સવાસો મોબાઇલ ક્યાંથી લેવામાં આવ્યાં ? તે પ્રશ્નનો ઉત્તર પોલીસ પાસે નથી. તસ્કરો અને પોલીસ વચ્ચે મિલિભગત હોય તેમ સવા સો મોબાઇલ ગુમ કે ચોરીના કિસ્સામાં કોઇ જ આરોપીની અટક કરવામાં આવી નથી. કોની પાસેથી રિકવર થયાં ? કોઇ વ્યક્તિ પાસેથી ? કોઇ મોબાઈલ વેપારી પાસેથી ? કે કોઇ તસ્કર પાસેથી રિકવર થયાં ? તે બધી બાબત પોલીસ છુપાવી રહી છે.
જેના કારણે અનેક તર્ક વિતર્કો ઉઠી છે.
ચોરાયેલા મોબાઇલમાં પણ ગુમની જ અરજી લેવામાં આવી હતી
આણંદ શહેર – જિલ્લામાં મોબાઇલ ચોરીના કિસ્સામાં પણ પોલીસ દ્વારા ગુમ થયાની જ અરજી લેવામાં આવી હતી. હવે આ મોબાઇલ તસ્કર પાસેથી કે અન્ય વ્યક્તિ પાસેથી જપ્ત કરવામાં આવ્યાં છે. પરંતુ પોલીસ દ્વારા આ બદીને છાવરવામાં આવી રહી હોય તેમ મોબાઇલ મેળવવા પાછળ કોઇને પણ જવાબદાર ગણવામાં આવ્યાં નથી.