Gujarat
હળવદના પ્રતાપગઢ ગામે આઈઓસીએલની મોકડ્રીલ યોજાઈ
- પાઈપ લાઈનમાં લીકેજ થાય તો તંત્ર કેટલું સાબદુ તેનો ડેમો અપાયો
હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે આજે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ પશ્ચિમી ક્ષેત્ર વિરમગામ ઓફસાઈડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો હેતું સંકટ સમયે પાઈપ લાઈન લીકેજ થાય તો તંત્ર કેટલું સાબદુ છે તેનો ડેમોટ્રેશન કરાયું હતું. જેમાં આઈઓસીએલના અધિકારીઓ સાથે ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, તેમજ ગ્રામ પંચાયત અને ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રતાપગઢ ગામની સીમમાંથી પસાર થતી કોયલીથી કંડલા જતી પાઈપ લાઈન પ્રોડક્ટ પાઈપ લાઈનમાં લીકેજ થાય અથવા કોઈ સંબંધીત ઘટના બને તો તંત્ર કેટલું સાબદુ છે તે બાબતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈઓસીએલના જીએમ મનોજ ગુપ્તા, ડીજીએમ રાજીવ રંજન, ડીજીએમએચએસસી શ્રી ગોખલે, ડીપીઓ અમરીનખાન તેમજ પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, ફાયરની ટીમ, સીઆઈએસએફની ટીમ સહિતની ઉપસ્થિત રહી આ મોકડ્રીલ કામગીરી કરી હતી. .