Uncategorized

છોટાઉદેપુર જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ માટે નમૂનારૂપ કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

રાજ્ય સરકારની સ્વાસ્થ સેવાઓને છેવાડા માનવી સુધી પહોંચાડવા રાજ્યનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કટિબદ્ધ છે. ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા છેવાડાના માનવીના સ્વાસ્થ્ય અને તેના જીવનને આરોગ્યપ્રદ રીતે ટકાવી રાખવામાં રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર નો મહત્વનો ફાળો છે.

Advertisement

છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત કદવાલ ગામનું સામુહિક આરોગ્ય કેન્દ્ર તેનું આદર્શ ઉદાહરણ છે. ખાનગી આરોગ્ય કેન્દ્રો કરતાં પણ સારી સુવિધા અને સ્વચ્છતા સાથે રાષ્ટ્રીય માનકોને હાંસલ કરતું આ આરોગ્ય કેન્દ્ર એ કદવાલ ઉપરાંત આસપાસનાં ૨૫ ગામના દર્દીઓ માટે આશિર્વાદ સમાન છે.

જેતપુરપાવી તાલુકામાં અતી પછાત વિસ્તારમાં આદિવાસી લોકો વસવાટ કરે છે. આવા અંતરીયાળ વિસ્તારમાં લોકોને સારી આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે માટે કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવ નિયુક્ત મેડિકલ ઓફિસર ડૉ. આસ્તિક, ડૉ. પ્રિતેશ રાઠવા અને દંત ચિકિત્સક ડૉ. રવિ પટેલ દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્રને સાચા અર્થમા સાર્થક કરતા હોય જુદી જુદી સરકારી ગ્રાન્ટ તેમજ આગેવાનોની જહેમત થકી આજે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે સુવિધા સજજ બનતા કદવાલ સહિત છેવાડાના વિસ્તારના મજુર વર્ગ સામાન્ય વર્ગને બિમારી સમયે શહેરોમા જવાના બદલે કદવાલ મથકે ઉચ્ચ સારવાર મળી રહેતા લોકોને કદવાલ સામૂહીક આરોગ્ય કેન્દ્ર આશિર્વાદ સમાન લાગી રહ્યું છે.

Advertisement

કોરોનાના કપરા સમયે પણ આ હોસ્પીટલના સ્ટાફે જીવના જોખમે કામગીરી બજાવી હતી. અંતરીયાળ વિસ્તારમાં આરોગ્યની વિવિદ્ય સેવાઓ સરળતાથી મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા વિસ્તારોમાં માતા મરણ અને બાળમરણ અટકે તે માટે સરકારી સંસ્થામાં ડિલીવરી થાય એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. દર્દીઓ માટે સ્વચ્છ અને સુઘડ સુવિધા સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ તમામ સારવાર આપવામાં આવે છે.

કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ.બી.બી.એસ તબીબ કાયમી સારવાર માટે ઉપલબ્ધ છે. આ સિવાય વિવિધ પ્રકારના ટેસ્ટની સુવિધા પણ આ કેન્દ્ર ખાતેની લેબોરેટરીમાં ઉપલબ્ધ છે. પુરુષ અને મહિલા દર્દીને દાખલ કરવા માટે વોર્ડ પણ ઉપલબ્ધ છે. દવાઓનો પૂરતો અને વ્યવસ્થિત રીતે ગોઠવીને યોગ્ય સ્થાને ગોઠવવામાં આવેલો જથ્થો તેમજ સારવાર માટેના સાધનોની સામગ્રી પણ કાયમી ધોરણે ઉપલબ્ધ છે. રોગજન્ય ઋતુઓ સિવાયના દિવસોમાં આ આરોગ્ય કેન્દ્ર પર રોજના આશરે ૩૫-૪૦ દર્દીઓ તેમના આરોગ્યની તપાસણી અર્થે આવે છે.

Advertisement

કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉ.આસ્તિક જણાવ્યું કે, આ વર્ષે કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અહીં તમામ સુવિધાઓ ધારાધોરણ મુજબ આપવામાં આવે છે. અહીં ૨૪/૦૭ પ્રસુતિની સેવા પણ ઉપલબ્ધ છે. ગ્રામજનો તેનો લાભ લઈ શકે છે. સગર્ભા મહિલાઓને સફળ ડિલીવરી સહિત એક મહિનામાં ૩૦ થી વધુ નોર્મલ ડિલીવરી સફળ કામગીરી કરવામા આવેલ હતી જેના કારણે કદવાલ સહિત ગ્રામ્ય વિસ્તાર અને છેવાડાના લોકોને ઉચ્ચ સારવાર આપવામા આવતા કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લોકો માટે રણમા મીઠી વિરડી સમાન લાગી રહયુ છે. અહીં આરોગ્યલક્ષી તમામ પ્રકારના કેમ્પ પણ થાય છે. શાળા પ્રવેશોત્સવ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ રક્તદાન દિવસ દરમિયાન જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવે છે. અહીંયાં મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, શરદી ઉધરસ સહિતના કોઈ પણ પ્રકારના પ્રાથમિક રોગોની સારવાર સ્થાનિક સ્તરે આપવામાં આવે છે. આ ઉપરાંત આ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ સહિતની સાધનોની સુવિધા પણ છે.

અહીં સારવાર માટે આવતા દર્દીઓ પણ ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓથી સંતુષ્ટ છે. આ અંગે પ્રતિભાવ આપતા કદવાલ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ રમણભાઈ બારીયા એ જણાવે છે કે, અહીંનો સ્ટાફ, તબીબો અને તેમના દ્વારા આપવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓ ખૂબ જ સારી છે. અહીંયા દુર દુર થી લોકો નિદાન અર્થે આવે છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું આ પ્રેરક ઉદાહરણ છે

Advertisement

Trending

Exit mobile version