Connect with us

Ahmedabad

મોમ્બાસા – કેન્યા હિન્દ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ ડેની કરી ઉજવણી ….

Published

on

આંતરરાષ્ટ્રીય યોગા ડે જેને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે તે. તે સંતુલન, આરોગ્ય અને આંતરિક શાંતિની વૈશ્વિક ઉજવણી છે. યોગ એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે. યોગ શરીર અને મન બંને માટે ફાયદાકારક છે. શારીરિક રીતે, સંતુલન સુધારી શકે છે, તાકાત વધારી શકે છે. યોગ માનસિક સ્વાસ્થ્યને સુધારે છે અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપે છે. યોગ તણાવ વ્યવસ્થાપનમાં મદદરૂપ છે. સુગમતા અને સંતુલન સુધારે છે, એકાગ્રતા વધારે છે. સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા, લોકોને તણાવ મુક્ત બનાવવા તેમજ વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા યોગ જરૂરી છે.

૨૧ મી જુનનો દિવસ ઉત્તરીય ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે, જે ઉનાળાના અયનકાળને ચિહ્નિત કરે છે, જે વસંતથી ઉનાળામાં સંક્રમણનું પ્રતીક છે. કારણ કે તે પ્રકાશ, સ્પષ્ટતા અને જાગૃતિનું પ્રતીક છે. ઉનાળુ અયનકાળ અને નવીકરણ અને પુનર્જન્મનો સમય છે, જે યોગની પરિવર્તનશીલ શક્તિને પ્રતિબિંબિત કરે છે. અને આ જ કારણે વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું.

Advertisement

આંતરરાષ્ટ્રીય યોગ દશાબ્દી નિમિત્તે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિધ વિધ સ્થળોએ યોગ કરવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાંપ્રત સમયે લંડન -બોલ્ટન, યુ કે માં વિચરણ કરી રહ્યા છે; ત્યારે બોલ્ટન મુકામે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો હરિભક્તોએ યોગાસન, પદ્માસન, હલાસન તેમજ તાળી યોગ પણ કર્યા હતા. તાળી પાડવી તે એક પ્રકારનો યોગ છે. તાળી વગાડવાથી બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિભ્રમણ)માં વધારો થાય છે, શરીરનાં તમામ અંગો એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી કામ કરવા લાગે છે. એટલું જ નહીં, તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. આમ, અનેક પ્રકારના યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી હતી.

મોમ્બાસા – કેન્યા હિન્દ મહાસાગર તટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોનાં સાનિધ્યમાં હરિભક્તોએ યોગાસન, પદ્માસન, હલાસન વગેરે યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગા ડે ઉજવણી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ આનંદભેર લાભ માણ્યો હતા. નાનાં નાનાં બાળકો, યુવાનો, આબાલ, વૃદ્ધ વયના હરિભક્તો પણ આંતરરાષ્ટ્રીય યોગા ડે સાથે જ્ઞાન સત્સંગનો અનેરો ઉમળકાભેર આનંદ માણ્યો હતો.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!