Gujarat

ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીન માં 20 થી વધુ કામદારોના આંગળા કપાઈ ગયા

Published

on

સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ રાજ ફિલ્ટર કંપનીમાં 20 થી વધુ કામદારો ના ચાલુ નોકરી દરમિયાન આંગળા કપાઈ જવાનો મામલો

રાજ ફિલ્ટર નામની કંપની વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ માં વપરાતા ફિલ્ટર બનાવે છે

Advertisement

આ ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રેસિંગ મશીન માં 20 થી વધુ કામદારોના હાથ ના આંગળા કપાઈ ગયા છે

જેતે સમયે કામદારો દ્વારા કંપની સત્તાધીશો સામે કરી હતી ફરિયાદ

Advertisement

કામદારો ની રજૂઆત બાદ મંજુસર પોલીસ દ્વારા તપાસ ના અંતે કાર્યવાહી કરવામાં આવી ના હતી

શારીરિક ખોળખાપણ નું વળતર ન ચૂકવતા કંપની સામે કામદારોએ બાયો ચઢાવી

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે 20 થી વધુ કામદારોના આંગળા કપાઈ ગયા હોવા છતાંય કોઈ કાર્યવાહી કે વળતર ન ચૂકવાતા માનવ અધિકાર પંચે પણ પોલીસ વિભાગ પાસે સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ માંગ્યો હતો

મંજુસર પોલીસે કંપની સત્તાધીશો અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ સેફ્ટી ઇન્સ્પેક્ટર સહિતના વિભાગો પાસે લેખિત જવાબો અને તપાસના અંતે કંપની માલિકો સામે નોંધી પોલીસ ફરિયાદ

Advertisement

કંપની ના કામદાર જુવાનસિંહ ગોહિલ ની ફરિયાદ ના આધારે મંજુસર પોલીસે કંપની ના માલિક પિતા પુત્ર શબ્બીર ભાઈ થાના વાલા અને મુફદ્દલ થાના વાલા રહે ફતેગંજ વડોદરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Advertisement

Trending

Exit mobile version