Gujarat
400થી વધુ એન્જિનિયર બ્લોક નં.14ની લોબીમાં બેઠા. પડતર માગણીઓની સચિવને રજૂઆત..

બ્યુરો હેડ બસર ચિશ્તી
” રાજ્યમાં જુદી જુદી જગ્યાઓ પર રોડ રસ્તા, બ્રીજ તેમજ અન્ય વિકાસ ના કામો માં જરુરી ગુણવતા સુધારવા વિવિધ પ્રશ્નોના કારણે ઇજનેરો દ્વારા સરકાર સામે આવેદન પત્ર સાથે વિરોધ કરી મુખ્ય માંગણીઓ..
1) ઇજનેરને તાંત્રિક કામગીરી સિવાયની વધારાની કામગીરી માંથી મુક્તિ અને તાંત્રિક કામગીરી માટેની ચોક્કસ કાર્યપદ્ધતિ નક્કી કરવી.
2) માનવાધિકાર ના નિયમો અનુસાર કામગીરી ના ચોક્કસ કલ્લાકો નીયત કરવાં.
3)છેલ્લા પાંચ વર્ષ ના બજેટમાં 154% જેટલો વધારો અને સામે સ્ટાફ માં 60%જેટલો ઘટાડો થવાથી કામગીરી ના ભારણ વધ્યું તેની સામે સત્વરે ભરતી પ્રક્રિયા તેમજ ખાલી જગ્યાઓ ઉપર સરકારના નિયમોનુસાર બઢતી આપવા.
4. ફરજમોકુફી ના કિસ્સામાં ઇજનેર ની કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળ્યા વગર સીધેસીધા માત્ર ઇજનેર ને જ ગુન્હેગાર ગણી ને નામદાર કોર્ટ નું પણ ઉલ્લંઘન કરવા.
આ ઉપરાંત ઇજનેર ને લગતા તાંત્રિક અને સામાજિક કક્ષાના ઘણા બધા પ્રશ્નોનો છેલ્લાં ઘણાં સમયથી નિરાકરણ ન આવતાં આવેદન પત્ર આપી સત્વરે નિકાલ કરવા નહિતર આ બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે અન્ય રીતે આંદોલન કરવાં ચીમકી આપી છે…