National
રોજગાર મેળામાં આવતીકાલે 51,000થી વધુ યુવાનોને મળશે નોકરી, PM મોદી કરશે નિમણૂક પત્રનું વિતરણ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બર, ગુરુવારે 51,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદી વિવિધ સરકારી વિભાગોમાં નિયુક્ત આ કર્મચારીઓને પણ સંબોધિત કરશે.
દેશભરમાં રોજગાર મેળાનું આયોજન
તમને જણાવી દઈએ કે જે વિભાગોમાં આ નવનિયુક્ત કર્મચારીઓને સામેલ કરવામાં આવશે તેમાં રેવન્યુ, હોમ, હાયર એજ્યુકેશન, સ્કૂલ એજ્યુકેશન, ફાયનાન્સિયલ સર્વિસ, ડિફેન્સ, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટનો સમાવેશ થાય છે. વડાપ્રધાન કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે ‘રોજગાર મેળા’ના ભાગરૂપે દેશભરમાં 37 સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ ઉપલબ્ધ થશે
રોજગાર મેળા હેઠળ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. એવું કહેવામાં આવ્યું હતું કે રોજગાર મેળો રોજગારને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મોટું પગલું છે. નવી નિમણૂકો દેશના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસને મજબૂત બનાવવામાં ફાળો આપશે, જેનાથી વિકસિત ભારતના PM મોદીના વિઝનને સાકાર કરવામાં મદદ મળશે.