Connect with us

Gujarat

વડોદરામાં ત્રણ દિવસમાં ૭૦થી વધુ સાપ અને ૧૦ મગરનું રેસ્કયુ કરાયુ

Published

on

જો તમને વન્યપ્રાણી/વન્યજીવ દેખાય તો

તાત્કાલિક મોબાઈલ નંબર ૯૪૨૯૫૫૮૮૮૩/૮૬ પર સંપર્ક કરવો

Advertisement

વડોદરામાં હાલ પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન્યપ્રાણી/વન્યજીવ રેસ્કયુ માટે ૧૮ ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. આ ટીમોમાં વડોદરાના સામાજીક વનીકરણ વિભાગના સ્ટાફ ઉપરાંત સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.

છેલ્લા ત્રણ દિવસમાં આ ટીમો દ્વારા વડોદરા શહેરમાંથી ૭૦થી વધુ સાપ અને ૧૦ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ હાલમાં જ કારેલીબાગમાંથી ૧૫ ફૂટના મગરનું પણ વન વિભાગની રેસ્કયુ ટીમ અને એન.જી.ઓ. સાથે રહી રેસ્કયુ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકોનો પણ પ્રશંસનીય સહયોગ મળી રહ્યો છે.

Advertisement

સામાજીક વનીકરણ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષકે જાહેર જનતાને અપીલ કરી છે કે, જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યાં જો વન્યપ્રાણી/વન્યજીવ દેખાય તો તાત્કાલિક ઈમરજન્સી નંબર ૯૪૨૯૫૫૮૮૮૩ અથવા ૯૪૨૯૫૫૮૮૮૬ પર સંપર્ક કરવા જણાવાયું છે. આ સાથે જ તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન નંબર ૯૭૭૩૪૦૩૮૨૬ પર પણ સંપર્ક કરવા જણાવાયું છે. ઉક્ત નંબર પર સંપર્ક થયેથી સત્વરે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે, તેમ તેઓ દ્વારા વધુમાં જણાવાયું છે.

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!