Panchmahal

પંચમહાલનો મોરલો ઋષિકેશ યોગા ફેસ્ટિવલ 2023 માં ટહુકા કરશે

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

મૂળ હાલોલ ના વતની અને ઇન્ટરનેશનલ નૃત્ય કલાકાર તરીકે નામના મેળવનાર ભરત બારીયા તથા અક્ષય પટેલ અને તેમની ટીમની પસંદગી સ્વામી સચ્ચિદાનંદ અને સાધ્વીજી ના અધ્યક્ષ સ્થાને ઋષિકેશ ખાતે યોગા ફેસ્ટિવલ 2023 યોજાશે તેમાં તેમાં 294 દેશ ના યોગવીરો ભાગ લેશે જેમાં ભરત બારીયા,અક્ષય પટેલ ની ટીમ ને આરતી માટે પસંદ કરવામાં આવ્યા છે જે હાલોલ અને ગુજરાત માટે ગૌરવ અપાવનારી વાત છે સમગ્ર ભારતમાંથી ગુજરાતના હાલોલના વતની ભરત બારીયા,અક્ષય પટેલ ની ટીમ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement

જે હાલોલ પંચમહાલ અને ગુજરાત માટે ગૌરવ એટલા માટે છે કે સમગ્ર ભારતમાંથી માત્ર ભરત બારીયા,અક્ષય પટેલ ની ટીમ ને આમંત્રણ આપવામાં આવ્યું છે આ સમાચારથી હાલોલ નગરમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે હાલોલ ને ગૌરવ બક્ષનાર ભરત બારીયા અને અક્ષય પટેલ અને તેમની ટીમને હાલોલ ના નગરજનો તથા ઘોઘંબા થી પ્રસિદ્ધ થતું “મનોમંથન” દૈનિક ન્યુઝ પેપર ના સંચાલકો અને કર્મચારીઓ દ્વારા હૃદય પૂર્વક શુભેચ્છા પાઠવવામાં આવે છે તેઓ તેમના નૃત્યમાં સફળ થાય અને હાલોલ તથા ભારતનું નામ વિશ્વમાં રોશન કરે

* વિશ્વ ના યોગ ફેસ્ટિવલ 2023 માં હાલોલ ના પનોતો પુત્ર અને ઇન્ટરનેશનલ નૃત્યકાર ભરત બારીયા અને તેમની ટીમ મહાઆરતી રજૂ કરશે
* ઋષિકેશ ખાતે યોગા ફેસ્ટિવલ 2023 યોજાશે તેમાં તેમાં 294 દેશ ના યોગવીરો ભાગ લેશે

Advertisement

Trending

Exit mobile version