Politics
‘માતોશ્રી આવીને રડ્યા હતા શિંદે’, બળવા અંગે આદિત્ય ઠાકરેનો મોટો ખુલાસો, કહ્યું- બીજેપીના ડરથી..

.ઠાકરે જૂથનો આરોપ છે કે શિંદેએ ED-CBIના ડર અને 50 કરોડ રૂપિયાના લોભને કારણે શિવસેનામાં ભાગલા પાડ્યા હતા. હવે આ મામલે આદિત્ય ઠાકરેએ મોટો ખુલાસો કર્યો છે.
શિવસેનામાં ભાગલા અને એકનાથ શિંદેના બળવાને લઈને આદિત્ય ઠાકરેએ મોટો ખુલાસો કર્યો છે. આદિત્યએ દાવો કર્યો છે કે માતોશ્રી પર આવ્યા બાદ એકનાથ શિંદે રડ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે શિંદેએ કહ્યું હતું કે જો તેઓ ભાજપ સાથે નહીં જાય તો તેમની ધરપકડ કરવામાં આવશે.
આદિત્ય ઠાકરેએ પહેલીવાર એકનાથ શિંદે પર વ્યક્તિગત હુમલો કર્યો છે. હૈદરાબાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન ગીતમ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતાં તેમણે કહ્યું હતું કે શિવસેનામાં વિભાજન પહેલાં એકનાથ શિંદે માતોશ્રી (ઠાકરે પરિવારનું ખાનગી નિવાસસ્થાન) પર આવ્યા હતા.
‘મારા ઘરે આવીને શિંદે રડ્યો’
ઠાકરેએ વધુમાં કહ્યું કે શિંદે ત્યાં આવ્યા પછી ખૂબ રડ્યા અને તેમના ચહેરા પર ભાજપ વિશે ગભરાટ હતો. આદિત્ય ઠાકરેએ કહ્યું, ‘આ 40 લોકો પૈસા માટે, તેમની સીટ માટે ગયા હતા. ત્યારે હાલના મુખ્યમંત્રી મારા ઘરે આવ્યા અને રડ્યા. તેનું કારણ એ હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી તેની ધરપકડ કરવાની હતી.