Gujarat
પ્રસુતિ પછી તરત બાળક ને અપાતું માતાનું ધાવણ અતિઆવશ્યક –એસ.બી.સી.સી.ટીમ છોટાઉદેપુર.

પ્રતિનિધિ, કાજર બારીયા
આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.બી ચૌબીસા ના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા ના તમામ તાલુકામા પીએચસી ખાતે આશા મિટિંગ યોજાઇ SBCCની ટીમ (જિલ્લા, તાલુકા અને પીએચસી ) દ્રારા નીચેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ,જીલ્લા મેલેરિયા અધિકારી કે.આર.સોની,જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર આંનંદ શર્મા,ડી.એસ.બી.સી.સી.અશ્વિનભાઈ રાઠવા અને ડી.આઈ.સી.ઓ.જયેશભાઈ મોચી ઓનલાઈન વર્ચુઅલી બેઠક કરી ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આજની આશા મીટીંગ દરમ્યાન જન્મના એક કલાકમા ધાવણ આપવાના ફાયદા” વિષે આશા બહેનોને સમજ આપવામાં આવી તે ઉપરાંત આશા બહેનો ફિલ્ડ મુલાકાત દરમ્યાન આ મુજબની સમજૂતી , નજીકની EDD મુજબની હાથ ઉપરની સગર્ભા બહેનો ને આપવા ની પણ સમજણ આપવામાં આવી તથા સગર્ભા બહેનોના પરિવારજનો પૈકી કોઈ એક વ્યક્તિને આ માટે જવાબદારી આપવી,કે જેઓ પ્રસૂતિ સ્થળે હાજર રહે અને પ્રસૂતિ થયાના તુરંત જ સગર્ભા બહેનને EIBF માટે જાણ કરેનુ જણાવ્યું હતું તેમજ બર્થ માઇક્રો પ્લાન મુજબ પ્રસૂતિ સ્થળના સ્ટાફને પણ આ પ્રમાણે motivate કરવા અને થયેલ ડિલિવરી ના ઇન્ડોર કેસ પેપર ઉપર TOB ( જન્મનો સમય) અને TOEIBF ( ધાવણ આપ્યા સમય) ની નોંધણી કરવા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.