Panchmahal

ગમીરપુરા બોરીયા ગ્રામ પંચાયતના સભ્ય ત્રણ બાળકો ધરાવતા હોય ગેરલાયક ઠેરવવા રજૂઆત

Published

on

ઘોઘંબા તાલુકાના ગમીરપુરા બોરીયા ગ્રામ પંચાયતના સદસ્ય ભરતભાઈ જલુભાઈ રાઠવા ત્રણ બાળકો ધરાવતા હોય તેઓને તાત્કાલિક સભ્યપદેથી ગેરલાયક ઠેરવવા ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી, ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી રણજીત નગરના નિલેશભાઈ રાઠવા એ ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી તથા ચૂંટણી અધિકારીને સંબોધીને અરજી આપી હતી.

જેમાં ગમીરપુરા બોરીયા ગ્રામ પંચાયત સદસ્ય ભરતભાઈ જલુભાઈ રાઠવા ત્રણ સંતાન ધરાવે છે જેમાં બે પુત્ર તથા એક પુત્રી છે બે પુત્ર હાર્દિક ભરત રાઠવા, જયદીપ રાઠવા તથા પુત્રી કવિતા ભરત રાઠવા છે ત્રણેય અભ્યાસ કરે છે અરજદારના જણાવ્યા અનુસાર ભરત જલુભાઈ રાઠવા ત્રણ સંતાન ધરાવે છે અને તેઓ બધી વિગતો છુપાવી ચૂંટણી લડ્યા છે જે તદ્દન ગેરવ્યાજબી છે સરકારના નિયમ મુજબ 3 બાળકો ધરાવનાર ચૂંટણી લડી શકતા નથી તેથી ગ્રામજનોને ગેરમાર્ગે દોરનાર ગ્રામ પંચાયતના સદસ્યને સભ્યપદેથી ગેરલાયક ઠેરવી સભ્ય પદેથી દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી

Advertisement

Trending

Exit mobile version