Connect with us

Gujarat

પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ વચ્ચે એમ.ઓ.યુ

Published

on

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના સલગ્ન હેઠળ ચાલતી કોલેજ સરકારી વિનયન અને વિજ્ઞાન મોરવા હડફ અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમ દરમ્યાન સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ના આચાર્ય કેદી છાયા અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન માથી જિલ્લાના વડા જમીલા શેખ ઉપસ્થિત રહ્યા હતા.આ એમ.ઓ.યુ થી કોલેજ ના વિધાર્થીઓ ને ડિજિટલ લિટ્રેન્સી વિશે વધુ જાણવા મળશે તેમજ તેમને ઈ લર્નિંગ દ્વારા પોતાની સ્કિલ મા વિકાસ લાવી શકશે.

આની સાથે વિધાર્થીઓ ને કારકિર્દી ના ઘડતર માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે. આ એમ.ઓ.યુ થી કોલેજ મા આવતા દરેક વિધાર્થીને એક ઓનલાઇન પ્લેટફોર્મ મળી રહેશે.

Advertisement

આ સફળ આયોજનમાં પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન ના વિનોદ ગરાસીયા, ઇમરાન ખાન પઠાણ તેમજ સરકારી વિનયન અને વિજ્ઞાન મોરવા હડફ ના ઉપ આચાર્ય સુરેન્દ્ર બારિયા તેમજ સ્ટાફ ગણ નો સિંહફાળો રહ્યો હતો MOU થતાં પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા અને આ કરાર ખૂબજ લાભદાય નીવડે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!