Chhota Udepur
સાંસદ જશુ રાઠવાની ફર્ટીલાઈઝર એન્ડ કેમિકલ વિભાગની કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરાઈ

પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૨૬
છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાની કેન્દ્ર સરકારની ફર્ટીલાઇઝર અને કેમિકલ વિભાગની કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરાતા છોટા ઉદેપુરની જનતામાં ખુશી જોવા મળી હતી.
કેન્દ્ર સરકાર બન્યા પછી સરકારના વિવિધ વિભાગોમાં કમિટીની નવ રચના કરતી હોય છે, જેમાં નવ નિર્વાચિત સાંસદોની કમિટીના સભ્યો તરીકે નિમણૂક કરવામાં આવે છે. જેમાં છોટા ઉદેપુર લોકસભા બેઠક ઉપર ચૂંટાયેલા ભાજપના સાંસદ જશુ રાઠવાની કેન્દ્ર સરકારના ફર્ટીલાઇઝર અને કેમિકલ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી નવી કમિટીમાં મંત્રીઓ સહિત કુલ ૧૪ જણામાં સભ્ય તરીકે નિમણૂક કરાતા છોટા ઉદેપુર જિલ્લાની જનતામાં ખુશી જોવા મળી રહી છે.