Vadodara

સાંસદ,ધારાસભ્ય ત્રિપુટી, જી.પ. પ્રમુખ સહિત જિલ્લાના નાગરિકો શ્રમદાનમાં સહયોગી બન્યા

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

‘સ્વચ્છતા હી સેવા’ ની એક માસની ઉજવણી અન્વયે માન.વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક મહા શ્રમદાન’ સૂત્ર સાથે આજે સવારે ૧૦-૦૦ કલાકે સાંસદ સભ્ય લોકસભા ગીતાબેન રાઠવા તેમજ તાલુકા પ્રમુખ , ઉપપ્રમુખ અને સરપંચ તેમજ ઉપસરપંચ ,સભ્યો ,ગ્રામજનો ની હાજરીમાં આજરોજ કવાંટ તાલુકાના વિવિધ જાહેર માર્ગો પર શ્રમદાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે વાસણામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા. જેમાં જાહેર માર્ગોની સફાઈની સાથે સાથે દુકાનદારોને કચરાપેટી નું વિતરણ પણ કરવામાં આવ્યું. આ ઊપરાંત સ્વયંસેવકો, જાગૃત પ્રજાજનો અને અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ સાથે સ્વયં સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈ શ્રમદાનમાં સહયોગી બન્યા હતા.

Advertisement

જ્યારે માનનીય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા બોડેલી તાલુકામાં વાઘવા પંચાયતના વાઘવા ગામના પ્રાથમિક શાળામાં ગામના સરપંચ, તલાટી, જિલ્લા તથા તાલુકાના કમૅચારીઓ, શાળાના શિક્ષકો, આંગણવાળી તથા આશાવકૅર બહેનો, આરોગ્ય કાયૅકરો, પંચાયતના સભ્યો, ગામના આગેવાનો,ગામજનો તથા શાળાના બાળકો આજના સ્વચ્છતા મહાશ્રમ દાન કાયૅકમમાં સ્વચ્છતા સફાઈની સાથે સ્વચ્છતા શપથ તથા ગામને ગંદકી મુકત કરીને સફાઈ દ્વારા કાયમી રીતે રોગમાંથી મુક્તિ થાયને કાયમી સ્વચ્છતા અમલ કરવા માટે ગામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી અને સરપંચ તેમજ ઉપસરપંચ, સભ્યો, ગ્રામજનોની હાજરીમાં આજરોજ જિલ્લો – છોટાઉદેપુર તાલુકા- બોડેલી, ગ્રામ પંચાયત – બોડેલી, ઢોકલીયા ખાતે વિવિધ જાહેર માર્ગો પર શ્રમદાન નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

Advertisement

‘સ્વચ્છતા હી સેવા’ વિષયક કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લાથી લઈને તાલુકા, અને છેક ગ્રામ્ય કક્ષા સુધીનું અધિકારી, કર્મચારીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપી દેવામાં આવી હતી. આ અભિયાન હેઠળ નગરપાલિકામાં દરેક વોર્ડવાઈઝ, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ગામ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આસપાસના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌ-શાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓ પર મહા શ્રમદાન સહ મેગા સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

Advertisement

Trending

Exit mobile version