Gujarat
શ્રી બી.પી. અગ્રવાલ હાઇસ્કૂલ, લીમડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
(પંકજ પંડિત દ્વારા)
આજ રોજ શ્રી બી.પી. અગ્રવાલ હાઇસ્કૂલ, લીમડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સરકારના પરિપત્ર મુજબ પ્રભાતફેરી ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું શાળા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું. સવારે શાળાની પ્રાર્થના પૂરી થયા બાદ શાળાના ઇન્ચાર્જ આચાર્ય ગિરીશભાઈ પટેલ દ્વારા યોગનું આપણા દૈનિક જીવનમાં મહત્વ વિશે સુંદર વકતવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ 09 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ, રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રો સાથે મળી પ્રભાતફેરીમાં જોડાયા.
પ્રભાતફેરીમાં યોગને દર્શાવતા પ્લે કાર્ડ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા યોગને લગતા જુદા જુદા સ્લોગનના નારા બોલાવવામાં આવ્યા. પ્રભાતફેરી પૂરી થયા બાદ નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. તમામ પ્રવૃત્તિ પૂરી થયા બાદ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી અંગેનું તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ જરૂરી સુચના આપવામાં આવી અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યો.