Chhota Udepur

લાખો રૂપિયાની છેતરપિંડી કરી એક વર્ષથી ફરાર થયેલો મિ.નટવરલાલ ઝડપાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

પાવી જેતપુર પોલીસે છેલ્લા એક વર્ષથી પાવી જેતપુરના હરિઓમ જીનિંગમાંથી માલ ખરીદ કરીને છેતરપિંડી કરીને બાકી નીકળતા રૂપિયા નહિ આપીને નાસતા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો.

પાવી જેતપુર ખાતે આવેલ હરિઓમ જીનિંગમાંથી મહેશભાઈ રણછોડભાઈ પટેલે પોતાના મળતિયાઓને આગળ કરીને ચાર વર્ષ પહેલા વિશ્વાસ કેળવીને ત્રણ વખતમાં કુલ રૂ. ૩,૬૭,૮૯૦ નો પશુ આહાર, ક્રિસિવ મેઝ ઓઇલ કેક, ભરડો ખરીદ કરીને રૂપિયા નહિ ચૂકવીને ગલ્લાંતલ્લાં કરતા હતા. મળતિયાઓને હરિઓમ જીનિંગ ખાતે મોકલીને એક મહિનામાં રૂપિયા ચૂકવી આપવાની સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને બાહેધરી આપી હતી, પરંતુ રૂપિયા ચૂકવ્યા ન હતા. જેથી હરિઓમ જીનિંગ ઇન્ડસ્ટ્રીઝના માલિક દ્વારા પાવી જેતપુર પોલીસ મથકે મહેશ રણછોડભાઈ પટેલના મળતિયાઓ જગદીશ હરજીવનદાસ સુથાર અને દેવદાસકુમાર જતિન્દ્રનાથ બિશ્વાસ સામે ફરિયાદ કરી હતી. જેમાં મહેશ રણછોડભાઈ પટેલનું નામ ખુલતા પાવી જેતપુર પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરતા તે નાસતો ફરતો હતો, પરંતુ બે દિવસ પહેલા પાવી જેતપુર પોલીસને બાતમી મળી હતી કે, મહેશ રણછોડભાઈ પટેલ અમદાવાદ પોતાના ઘરે હાજર છે. જેને લઇને તાત્કાલિક બાતમી મુજબ તેના ઘરે પહોંચી જઈને મહેશ રણછોડભાઈ પટેલની ધરપકડ કરી પાવી જેતપુર ખાતે લઇ આવ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version