Chhota Udepur

સંતરામપુર માં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમની શાંતિ પૂર્વક ઉજવણી કરાઇ

Published

on

(સલમાન મોરાવાલા સંતરામપુર)

સંતરામપુર શહેરના હુસેનીચોક પાસે તાજીયા મુકવામાં આવ્યા હતા. સત્ય માટે સમગ્ર પરિવાર ને કુરબાન કરી દેનારા ઇમામ હુસેનની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે. કરબલા ના મેદાન માં પોતાના ૭૨ સાથીદારો સાથે માનવતાના મૂલ્યો અને ઇસ્લામના સિદ્ધાંતો ખાતર શહીદી વહોરનાર ઇમામ હુસેન અને હસન ની યાદમાં મનાવવામાં આવે છે.

Advertisement

સંતરામપુરમાં વર્ષોથી ઇમામ હુસેન ની શહીદી ની યાદમાં તાજીયા જુલુસ પણ કાઢવામાં આવે છે. કલાત્મક રીતે શણગારેલા તાજીયાને નગરના કેટલાક વિસ્તારમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ફક્ત મુસ્લિમો જ નહીં પરંતુ હિંદુ અને અન્ય સમાજ ના લોકો પણ તાજીયા માં આસ્થા અને શ્રદ્ધા રાખે છે . શહેરના અલગ અલગ વિસ્તારોમાં કલાત્મક તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું હતુ.

સંતરામપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમામે આલમે ઈસ્લામ ને સંદેશ પાઠવી જણાવ્યું કે નવમી અને દશમી મોહરમ ના દિવસે રોજા રખો, નમાજ પઢો, પડોશીઓને, સગા સબંધી, ગરીબોને ભોજન કરાવો, સંતરામપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. અને સાથ સહકાર આપવા બદલ સમગ્ર મુસ્લિમ સમાજ તરફ થી પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો .

Advertisement

Trending

Exit mobile version