Chhota Udepur
જેતપુરપાવી તાલુકામાં વિવિધ માર્ગોનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ખાત મુહૂર્ત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં વિવિધ ગામડાઓમાં આજરોજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે રૂ.૫.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેતપુરપાવી તાલુકાના વિવિધ માર્ગોના કામોનું ખાત મુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ચુલી ભિખાપુરા પાનીમાઈન્સ રોડ, ચૂલી ગઢ ભિખાપૂરા બોરકંડા રોડ, ચુલી ડેમ એપ્રોચ રોડનું ખાત મૂહુર્ત થયું હતું.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લોકોની સુખાકારી માટે અનેકવિધ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. પંચમહાલ, દાહોદ, અને છોટાઉદેપુર ત્રણ જિલ્લાના છેવાડાના રસ્તાનું નિર્માણ થવાથી આ વિસ્તારના લોકોની આવન-જાવનની સુવિધામાં વિશેષ વધારો થશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ચુલી ગામમાં આશરે ૫૦ વર્ષ પહેલા ડેમ બાંધવાને કારણે ચુલી ગામના બે ભાગ થયેલ હતા. તેમજ આ ગામમાં શ્રી હરી પ્રમુખ સ્વામી મહરાજ પ્રખ્યાત મંદિર આવેલુ છે. સદર ગામના લોકોને આમને સામને જવા માટે હોડી (નાવડી) તથા ૧૫ થી ૨૦ કીમી ફરીને સામે પાર જવાનું થાય છે. ત્યારે આ રસ્તો અને મીનીપુલ બનવાથી ચુલી તથા આજુ બાજુના ૧૫ થી ૨૦ ગામના લોકોને ખુબજ લાભ થશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પુર્વ જીલ્લા પ્રમુખ રમણસિંહ બારીયા, સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.