Chhota Udepur
રાસલી થી તારાપૂર ને જોડતા રસ્તા નું ધારાસભ્યના હસ્તે ખાત મુહૂર્ત

પ્રતિનિધિ, કાજર બારીયા
જેતપુરપાવી તાલુકાના નાની રાસલી થી તારાપૂર ને જોડતા રસ્તા નું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ખાત મુહૂર્ત કર્યું હતુ ગ્રામજનોની વર્ષો જુની લોક માંગણી ને પુરી કરી ગુજરાત સરકાર ની “વિકાસ પથ યોજના” હેઠળ નાની રાસલી થી તારાપૂર ને જોડતા આરસીસી રસ્તાનું ખાત મુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જીલ્લા કારોબારી ચેરમેન ઉમેશભાઈ, જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ મોન્ટુ ભાઈ, એપીએમસી ચેરમેન મયુરભાઈ, જીલ્લા ભાજપ સહકારી આગેવાન ઉમેશભાઈ શાહ, સરપંચ રસિકભાઈ, સરપંચ લાલુભાઇ, અલ્પેશ ભાઈ સોની તથા આગેવાન કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા