Chhota Udepur
ભાજપની જીત માટે ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ મુકેશ રાઠવા નો પ્રચાર

પ્રતિનિધિ, કાજર બારીયા
કર્ણાટકની હુનગુંદ બેઠક પર
કર્ણાટકના બાગલકોટ જિલ્લાની હુનગુંદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દોડુનગૌડા.જી.પાટીલ સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી કરી હતી અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અન્વયે બાગલકોટ જિલ્લાની હુનગુંદ બેઠકની જવાબદારી ભાજપ નેતૃત્વ દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા જી ના નેતૃત્વમાં કર્ણાટક વિધાનસભાના તમામ બુથમાં મુખ્ય કાર્યકર્તા સાથે જીતવાનું આયોજન વિધાનસભાના દરેક મતદાતા સુધી સંપર્ક ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા જી અને ગુજરાતના કાર્યકર્તાની ટીમમાં છોટાઉદેપુર થી ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા ને સોંપવામાં આવેલ હોય તે અન્વયે તેઓએ ત્યાંના આગેવાનો સાથે મળીને ચુંટણીની વિવિધ કામગીરી ચાલુ કરી દીધી છે.
ભાજપ હુનગુંદ મંડલ કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચાર, વ્યવસ્થા, બુથ, પેજ સમિતિ, શક્તિ કેન્દ્રો વિગેરે કામગીરી અંગે ચર્ચા કરી હતી. કોઈપણ સંજોગોમાં હુનગુંદ વિધાનસભા બેઠક જીતવા કાર્યકર્તાઓને ઘનિષ્ઠ કામગીરી કરવા કામે લાગી જવા જણાવ્યું હતુ. આ પ્રસંગે કાર્યકર્તાઓએ ભારત માતાના જયઘોષ સાથે પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો.
ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા જી ના નેતૃત્વમાં અને ગુજરાતના કાર્યકર્તાની ટીમમાં છોટાઉદેપુરથી ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા દ્વારા કર્ણાટક ખાતેની કામગીરીથી તેમના મહેનતુ સ્વભાવ અને સૌ સાથે સાલસ ભર્યા માનવીય અભિગમને કારણે કર્ણાટકમાં પણ કાર્યકર્તાઓના દિલમાં સ્થાન મેળવી લીધું છે અને સતત પ્રચાર કાર્યમાં ગડાડુબ હોવાના કારણે છોટાઉદેપુર ના કાર્યકર્તાઓ અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા ના શુભેચ્છકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને એમની કામગીરીને વધાવી રહ્યા છે