Panchmahal

પંચમહોત્સવનો છઠ્ઠો દિવસ, લોકગાયિકા કિંજલ દવે દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાઈ

Published

on

  • સ્થાનિક કલાકારો બહાદુર ગઢવી અને કાર્તિક પારેખ દ્વારા ગીતો રજુ કરાયા
  • મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત, લોકોએ ફુડ સ્ટોલ અને ક્રાફ્ટ બજારનો લીધો લાભ

પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. પંચમહોત્સવના છઠ્ઠા દિવસે લોકગાયિકા કિંજલ દવે દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી થઈ હતી. ગાંધીનગર મેગી રોકર્સ ગ્રુપ દ્વારા ફ્યુઝન ગરબા રજુ કરાયા હતા. વિજાનંદ દ્વારા રાવણહથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું. આસ્થા જોશી ગ્રુપ દ્વારા ભરતનાટ્યમ રજુ કર્યુ હતું.

અત્રેના પંચમહાલ જિલ્લાના સ્થાનિક કલાકારોશ્રી બહાદુર ગઢવી અને કાર્તિક પારેખ દ્વારા ગીતોની રમઝટ રજુ કરી હતી.અત્રે દુરદુરથી લોકો પંચમહોત્સવ ખાતે આવી પહોચ્યાં હતા અને સંગીત સંધ્યાનો લાભ લીધો હતો. લોકોએ પંચમહોત્સવના ફુડ સ્ટોલ ખાતે ખાણીપીણીની વસ્તુઓનો લાભ લીધો હતો તથા ક્રાફ્ટ બજાર ખાતે લોકોએ વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરી હતી.
આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ચાર તથા પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું. અહીં નોધનીય છે કે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,પ્રાંત અધિકારી હાલોલ સહિત મોટી સંખ્યામા લોકો પોતાના પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version