Gujarat

સાવલીના મુસ્લિમ બિરાદરો દ્વારા “જુલુશ-એ-ગૌષીયા” કાઢી ૧૧વી શરીફની ઉજવણી કરી

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

સાવલી તાલુકા માં મુસ્લિમ બિરાદરો દ્વારા  “જુલુશ-એ-ગૌષીયા” કાઢીને “ગૌષ પાક (રેહ્મતુલ્લાહ અલૈહ)”ની ૧૧વી શરીફની ઉજવણી કરવામાં આવી હતી

Advertisement

આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા બગદાદના મોટા પીર તરીકે ઓળખાતા “ગૌષ પાક (રેહ્મતુલ્લાહ અલૈહ)ની શાન માં “જુલુશ-એ-ગૌષીયા” કાઢયુ હતું અને  “ઈદે-ગૌષીયા” ગૌષ પાક (રેહ્મતુલ્લાહ અલૈહ)ની ૧૧વી શરીફની ઉજવણી નિમિત્તે નીયાઝે આમ ( મહાપ્રસાદ ) નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે જ્યારે સાવલી ખાતે આવેલ ગૌશે પાક ની દરગાહ પર સમગ્ર તાલુકા માટે નીયાઝે આમ  અને મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

આજરોજ સવારે જુલુશ આયોજન “ગોઠડા  ગામે રફાઈ કમિટી ” દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે ટુંડાવ મંજુસર વાંકાનેર ભાદરવા સાવલી નગર રાણીયા કરચીયા જેવા ગામોમાં ગાદી શરીફ સાથે જુલુસ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ જુલુસમાં “   ઠેર ઠેર પાણી ચોકલેટ તેમજ મીઠાઈ વેહેચવામાં આવી હતી   ૧૧વી શરીફની ખુશીના પ્રસંગે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. આપણા સાવલી તાલુકામાં, ગુજરાતમાં તથા સમગ્ર ભારતમાં કૌમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version