Chhota Udepur
“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન
પ્રતિનિધી, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ)
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજાશે.
માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવ માટે શહીદ થયેલા વીરોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ માતૃભૂમિને વંદન કરવા માટે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં ગ્રામ પંચાયત કક્ષાએથી માંડીને દેશની રાજધાની દિલ્હી સુધી વિવિધ કાર્યક્રમોનું લોકભાગીદારી સાથે આયોજન કરીને વીર શહીદોને યાદ કરવામાં આવશે. ૦૯ ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમો થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા લોકોને પ્રેરિત કરવામાં આવશે.
છોટાઉદેપુર જીલ્લાના મધ્યપ્રદેશની સરહદે આવેલા છેલ્લું ગામ ધમોડી છે, ત્યાંથી મધ્યપ્રદેશનો આલીરાજપુર જીલ્લાનું ફળીઆંબા ગામ ૪ કિમી છે. ધમોડી પ્રાથમિક શાળામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુચવેલી પ્રવૃત્તિઓ પૈકી એક હાથમાં માટી લઈ બીજા હાથે ધ્વજ ફરકાવી શાળાના બાળકો અને શાળા પરિવારના શિક્ષકોએ ભારત માતાને વંદન કર્યા હતા. આપણે પણ આપણા રાષ્ટ્રીય અભિયાનમાં જોડાઇ ઐતિહાસીક ક્ષણના સાક્ષી બની શકિયે છીએ.
દેશભરમાં કાર્યક્રમો દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવના પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટીના દીવડા લઈને કરશે. લોકો પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/step પર અપલોડ કરી શકશે અને પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકાશે. નાગરિકો પોતાના ગામમાં, તાલુકા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમમાં જોડાઈ સેલ્ફી સ્ટેન્ડ પાસે દીવો લઈને સેલ્ફી ક્લિક કરી આ વેબસાઈટ પર અપલોડ કરી રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ દર્શાવી શકે છે. આ અંગેની વિગતો https://yuva.gov.in/ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.શ
હેરોથી લઈ ગામડાઓ સુધી લોકો “મારી માટી, મારો દેશ” કેમ્પેઈનમાં જોડાઈને દેશના સ્વંતત્રતા અપાવનારા વીરોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પે એવું આયોજન કરવામાં આવ્યું છે.
* 9-ઓગસ્ટથી ‘મારી માટી, મારો દેશ’ ઐતિહાસીક કાર્યક્રમનો પ્રારંભ થશે: નાગરિકો સેલ્ફી લઈ વેબસાઈટ પર અપલોડ કરી શકે છે
* છોટાઉદેપુર જીલ્લા પ્રશાસન દ્વારા પણ અભિયાનને વેગવંતુ બનાવવા તૈયારીઓ શરુ