Connect with us

Dahod

મારી માટી મારો દેશ…માટી ને નમન…શહીદો ને વંદન

Published

on

My soil, my country... bow to the soil... salute to the martyrs

(પંકજ પંડિત દ્વારા)

દાહોદ જિલ્લા ના ઝાલોદ નગરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મારી માટી મારો દેશના પ્રોગ્રામનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

સહુ પ્રથમ ડી.જે પર દેશભક્તિ ગીતોની રમઝટ વચ્ચે બી.એમ.હાઇસ્કૂલ ખાતે થી વિદ્યાર્થીઓ તેમજ પોલિસ સ્ટાફ દ્વારા હાથમાં તિરંગા ધ્વજને લઈ નગરના દરેક વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી તેથી નગરનો માહોલ રાષ્ટ્રભક્તી થી રંગાઈ ગયેલ જોવા મળતો હતો. નગરના કેશવ પાર્ક ખાતે રેલીનું સમાપન કરી સહુ લોકો કેશવપાર્કની અંદર યોજાયેલ પ્રોગ્રામમાં જોડાયેલ હતા.

My soil, my country... bow to the soil... salute to the martyrs

સહુ પ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ સ્કૂલની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના કરવામાં આવી અને ત્યાર બાદ ઉપસ્થિત સહુ લોકોનું પુષ્પગુચ્છ થી સ્વાગત નગરના પધારેલ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઝાલોદ શહેર પ્રમુખ દિનેશ પંચાલ અને ભરત શ્રીમાળી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. ભરત શ્રીમાળી દ્વારા મારી માટી મારો દેશ પ્રોગ્રામ કેમ યોજાઈ રહેલ છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

Advertisement

My soil, my country... bow to the soil... salute to the martyrs

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા હેડ કોન્સ્ટેબલ મનોજ અક્કલસિંહ માલીવાડનું બુટલેગરોનો પીછો કરતાં 2022 માં ફરજ દરમ્યાન મૃત્યુ થયેલ હતું. આ પ્રસંગે શહિદ મનોજ માલીવાડ ની પત્ની નિરમાબેનનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું. શહિદ મનોજભાઈની પત્ની નિરમાબેન દ્વારા પથ્થરની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ તેમના દ્વારા ધ્વજ વંદન અને વૃક્ષ રોપણ કાર્યક્રમ પણ કેશવ પાર્ક ખાતે કરવામાં આવેલ હતો.

My soil, my country... bow to the soil... salute to the martyrs

ઉપસ્થિત સહુ લોકો દ્વારા કેશવ પાર્કની માટી જે દિલ્હી મોકલવાની છે તે માટીનું પૂજન કરી તેના સાથેની સેલ્ફ પાડી હતી. છેલ્લે ઉપસ્થિત સહુ લોકો ભારત માતાકી જય , વીરો અમર રહોના નારા સાથે વાતાવરણ ગજવી દીધેલ હતું. આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અગ્નેશ પંચાલ, પારૂલબેન હાંડા ,ટપુ વસૈયા , ભાજપ શહેર પ્રમુખ દિનેશ પંચાલ તેમજ નગરના પૂર્વ કાઉન્સિલરો,નગર સેવકો, ભાજપ મહિલા મંડળ તેમજ નગરપાલિકાનો સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો. સમગ્ર પ્રોગ્રામ નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલ હતો તેમજ આખાં પ્રોગ્રામનુ સંચાલન નગર સેવક ગોહિલ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવેલ હતું. કેશવ પાર્ક ખાતે શહીદ તકતીનું શિલાન્યાસ , માટીનું પૂજન, ધ્વજ વંદન તેમજ વૃક્ષ રોપણ કાર્યક્રમ યોજાયો.

Advertisement
error: Content is protected !!