Connect with us

Ahmedabad

સ્વામિનારાયણ મંદિર, મણિનગરના પરિસરમાં દીપાવલીના શુભ અવસરે “મારી માટી, મારો દેશ” અદ્ભુત કલાત્મક રંગોળી…”

Published

on

"My soil, my country" wonderful artistic rangoli on the auspicious occasion of Deepavali in the premises of Swaminarayan Temple, Maninagar...”

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના વિશાળ પરિસરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞા અન્વયે સંતભકત વૃંદ દ્વારા કલાત્મક અને ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે. રંગોળીનો સંબંધ રંગો સાથે છે. જુદા-જુદા રંગોથી એનર્જી મળે છે. શરીરની પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી સકારાત્મક અથવા નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. તમામ નેગેટિવ એનર્જીને જીવનમાંથી દૂર કરવા તેમ જ આવનારા સમયને ખુશીથી ભરી દેવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત રંગોળી પાડવાથી કૉન્સન્ટ્રેશન વધે છે અને મગજ સ્થિર થાય છે.

મંદિરના વિશાળ પરિસરમાં ૫૦x૫૦ માં ” મારી માટી, મારો દેશ ….”ની થીમ પર સાથે સાથે તેને અનુરૂપ માટીને નમન, વીરોને વંદન…, “જય જવાન, જય કિસાન…” સૂત્ર, ભારતના ૨૮ રાજયો તથા ૮ કેન્દ્ર શાસિત પ્રદેશોની માટીના અમૃત કળશો, ૨૧૦૦ માટીના કોડિયામાં દિવાઓ પ્રાગટય…. વગેરેનું દિશાસૂચન કરતી રંગોળીની સજાવટ કરવામાં આવી છે. જેમાં ૨૫૦ કિલો કરતાં વધુ વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતૃભૂમિ માટે રોજે રોજ, સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેક કણ જીવવું તે જ સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.

Advertisement

"My soil, my country" wonderful artistic rangoli on the auspicious occasion of Deepavali in the premises of Swaminarayan Temple, Maninagar...”
આમ, રંગોળી એ ધાર્મિક, સંસ્કૃતિ તથા આસ્થાનું પ્રતિક છે અને વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. ભારતીય સંસ્કૃતિની વિરાસતતાને જાળવવા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સતત સક્રિય છે. આવી રંગોળીની કલાત્મક અભિવ્યક્તિના દર્શનને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંતો અને હરિભક્તો સહ દીપ પ્રાગટય કર્યું હતું. જેનાં નિહાળવા મોટી સંખ્યામાં દર્શકો ઉમટી રહ્યા છે. લાભપાંચમ સુધી સૌ કોઈ દર્શનાર્થીઓ નિહાળી શકશે.

યાદ રહે કે છેલ્લા ૩૪ વર્ષોથી વિશાળ પાયે ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન થતું રહે તદર્થે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દીપાવલીના મહાન પર્વે વિવિધ થીમ પર કલાત્મક રંગોળી અને દીવા પ્રગટાવીને સજાવટ કરે છે‌.

Advertisement
error: Content is protected !!