Panchmahal

નવાગામ કુંભારપાલ્લી રોડ ઉપર નાળુ બેઠુ PWD ની પોલ ખુલી

Published

on

નવાગામ કુંભાર પાલ્લીનો રોડ ગણતરીના દિવસોમાં જ તુટ્યો રોડમાં મોટાપાયે ગેરરીતી થતા નાળુ બેસી ગયું ખેડૂતોએ સ્વખર્ચે નાળાનું રીપેરીંગ કામ શરૂ કર્યું ઘોઘંબા તાલુકાના નવાગામ કુંભાર ની વચ્ચે આવેલું રોડનું અંદાજિત 37 લાખના ખર્ચે રીસરફેસીંગ કરાયું હતું જેને એક મહિનો પણ વિતીયો નથી ત્યાં નાળુ બેસી જતા આ રોડમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ હતી. નાડુ બેસી જતા સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક સ્વખર્ચે જેસીબી બોલાવી નાળા નું પુરાણ કરી પાણી તથા માણસોની અવરજવર માટે રસ્તો ચાલુ કરાવ્યો હતો. આ રસ્તા નું કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા રોડના કામમાં મોટાપાયે ગેરરીથી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેની જાણ pwd વિભાગના અધિકારીને કરી હતી પરંતુ અધિકારીએ કોન્ટ્રાક્ટરનું ઉપરાણું લઈ ગ્રામજનો ને હડધૂત કરી કામ બરાબર થાય છે તેમ જણાવી ગ્રામજનોનું મ્હોં બંધ કરાવ્યું હતું કામ ચાલુ હતું ત્યારે આરસીસીના કામમાં પણ જોઈતા પ્રમાણમાં સ્ટીલ વાપરવામાં આવ્યું નથી નાળા ની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે જોઈતા પ્રમાણમાં બીએસજી, કારપેટ, કે સિલકોટ કરવામાં આવ્યો નથી આરસીસી માલ પણ કેમિકલ યુક્ત ઉપયોગ કરાયો હોવાની ફરિયાદો ઉઠી હતી.

ત્યારે pwd ના અધિકારીએ કોન્ટ્રાક્ટરની વકીલાત કરતા હોય તેમ કોઈપણ જાતનું ટેસ્ટીંગ કે તપાસ કરાવ્યા વીના બધું સારું છે કામમાં કોઈ ભૂલ ન હોવાનું જણાવી જો રસ્તો બનાવવો હોય તો ચૂપચાપ બેસી રહો નહીં તો કામ બંધ કરી દઈશું તેવી ગર્ભિત ધમકી આપતા ગ્રામજોનો એ મુંગા મોએ અટકાવેલું કામ ચાલુ રખાવ્યૂ હતું પરંતુ ખોટું કરેલું બહાર તો આવે જ તે રીતે ગણતરીના દિવસોમાં જ નાડુ બેસી જતા pwd ના અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલી ભગત હોવાની વાત નાળે સાબિત કરી હતી નાડુ બેસી જતા ખેડૂતોએ માર્ગ મકાન વિભાગને જાણ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ જવાબ ન આપતા ખેડૂતોએ સ્વખર્ચે જીસીબી બોલાવી નાડાનું રીપેરીંગ કામ હાથ કર્યું હતું

Advertisement
  • એક મહિનો પણ વિતીયો નથી ત્યાં નાળુ બેસી જતા આ રોડમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ
  • જોઈતા પ્રમાણમાં બીએસજી, કારપેટ, કે સિલકોટ કરવામાં આવ્યો નથી આરસીસી માલ પણ કેમિકલ યુક્ત ઉપયોગ કરાયો હોવાની ફરિયાદો ઉઠી
  • pwd ના અધિકારીએ કોન્ટ્રાક્ટરની વકીલાત કરતા હોય તેમ કોઈપણ જાતનું ટેસ્ટીંગ કે તપાસ કરાવ્યા વીના બધું સારું છે કામમાં કોઈ ભૂલ ન હોવાનું જણાવી જો રસ્તો બનાવવો હોય તો ચૂપચાપ બેસી રહો નહીં તો કામ બંધ કરી દઈશું તેવી ગર્ભિત ધમકી આપી
  • સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક સ્વખર્ચે જેસીબી બોલાવી નાળા નું પુરાણ કરી પાણી તથા માણસોની અવરજવર માટે રસ્તો ચાલુ કરાવ્યો

Trending

Exit mobile version