Kheda
નફ્ફટ નર્મદા કેનાલના અધિકારીઓને ડૂબી મરવા? ખેડૂતો જાતે કેનાલ સાફ કરી રહ્યા છે
(રીઝવાન દરિયાઈ ખેડા: ઠાસરા)
ઠાસરા તાલુકામાં આવેલ વજેવાડ માઇનોર શાખા આજરોલી નર્મદા વસાહત કેનાલ આવેલી છે જેના પાણી દ્વારા 4 કિલોમીટરના વિસ્તારમાં ખેતી કરીને ખેડૂતો જીવન જીવતા હોય છે આ માઇનોર કેનાલમાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધારે સમયથી ઝાડીઓ ઘાસ ઊગી નિકળવાથી ખેડૂતો આજ સુધી આ માઇનોર કેનાલનું પાણી લઈ શકયા નથી જેથી પાણી વીના ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે
ખેડૂતો દ્વારા રજુઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા ધરતીપુત્રો છેલ્લા 3 દિવસથી 100થી વધુ ખેડૂતો એકત્ર થઈને માઇનોર કેનાલમાં ઊગી નીકળેલ ઘાસ અને ઝાડીઓ હટાવવાની કામગીરી કરી રહ્યા છે પાણી માટે ખેડૂતો પોતાનો પરસેવો વહાવી રહ્યા છે ત્યારે નફ્ફટ તંત્ર સામે ખેડૂતો લાચાર બની ગયા છે જો સત્વરે તંત્ર ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહિ આવેતો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે