Gujarat
નમણી નાજુક નાગરવેલને પાનખરનું પર્ણ આભડયું! લવ, ધોકા એન્ડ મર્ડર!
જેતપુરપાવી તાલુકામાં ગત અઠવાડિયે મોટી દુમાલીના નિલેશભાઈ ઈસાકભાઈ હરિજન ઉ.વ.27નો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.પ્રારંભે અજાણ્યા ઇસમનો મૃતદેહ હોવાનું પોલીસને જાણવા મળેલું.પાછળથી જાણ થઇ હતી કે તે નિલેશ હરિજનનો મૃતદેહ છે.મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તા.26 એપ્રિલ 2023ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો.મૃતદેહ સિવાય પોલીસ સમક્ષ કોઈ વસ્તુ એવી નહતી જેના આધારે આગળની તપાસ ચલાવી શકાય.તપાસની જવાબદારી જેતપુરપાવી પીએસઆઇ હરપાલસિંહ જેતાવતના માથે આવી હતી.ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલ જેવી રહસ્યરંગી આ ઘટના છે. જેમાં બધું રફેદફે કરી દેવાના પ્રયાસો બાદ બુઝાઇ ગયેલી આગ પછી રાખમાંથી અંગારાનું મૂળ તલાશવા જેવું અટપટું લગભગ અશક્ય કામ પોલીસને ભાગે આવ્યુ હતું.અહંકારનો એ અંગારો પોલીસે શિફત પૂર્વક શોધી પણ કાઢ્યો. પ્રેમની શીતળતા વચ્ચે એ પ્રગટેલો અંગારો કયો? એ આગ કેમ લાગી? તમામ બાબતોનું વિગતવાર વર્ણન અહીં બોડેલી લાઇવ પર એક્સક્લુઝીવ આપ વાંચી શકો છો.
નિલેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સૌ પ્રથમ વખત જાણવા મળ્યું.પોલીસ એલર્ટ થઇ ગઇ અને કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ! એમ કહે છે ને? બસ જેતપુરપાવી પોલીસે હત્યા હોય શકેની હીંટ મળતા ફરિયાદી પ્રકાશનું નિવેદન લીધું.પોલીસને પ્રકાશે અપ્પુ સોની અને જ્યા રાઠવાની ધમકી ની વાત જણાવી.પોલીસે ગણતરીના દિવસોમાં જ આ વણઉકલી મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખી હતી.તે સાથેજ પોલીસે મર્ડર કરનાર પ્રેમી પંખીડાઓને ઝડપી જેલ ભેગા પણ કરી દીધા છે.
જેતપુરપાવી પીએસઆઇ હરપાલસિંહ જેતાવતે પુરાવાઓ એકત્ર કરી જયા રાઠવાને મુંબઈથી જ્યારે અપ્પુ સોનીને જેતપુરપાવીથી ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.બન્ને આરોપીઓએ મર્ડરના ગુનાની કબૂલાત પણ કરી લીધી છે.
આ મર્ડર કોઈક હિન્દી ફિલ્મની કહાનીને પણ ટક્કર મારે તેવી છે.એક યુવતીના બબ્બે પ્રેમીઓ અને બન્ને પરિણીત તથા બાળકો ધરાવતા હતા.બન્નેનો ઇશ્ક અજીબોગરીબ હતો.નિલેશ પણ એટલો પ્રેમ કરતો કે જ્યા આફરીન હતી.તો અપ્પુ અને જ્યાનો પણ અફેર ચાલતો હતો.
મોટી દુમાલીનો નરેશભાઈ ઈસાકભાઇ હરિજન ઉ.વ.27 વાળંદનો વ્યવસાય કરતો હતો.તેજગઢમાં તેની દુકાન છે.નિલેશના લગ્ન થઈ ગયા હતા અને 4 મહિનાનું તેને ત્યાં બાળક પણ છે.
જયાબેન રાઠવા ઉ.વ.25 જેતપુરપાવી તાલુકાના પાલીયા ગામની રહેવાસી છે.નિલેશ જ્યા વચ્ચે આઠ વર્ષથી પ્રેમ સંબંધો હતા.જ્યા એવી અપેક્ષા રાખતી કે નિલેશ તેને લગ્ન કરી પોતાની સાથે લઇ જાય.નિલેશે જ્યાને રાખી લેવાના વાયદાઓ કર્યા હોય જ્યા તેની કામનાઓ કરતી હતી.
જેતપુરપાવી ટાઉનમાં શ્રેયસ ઉર્ફે અપ્પુ સોનીની સોનીની દુકાન છે. 2021થી જયા રાઠવા અપ્પુની દુકાને નાનું મોટું કામ કરતી અને અપ્પુએ તેણીને નોકરીએ રાખી લીધી હતી.બન્ને વચ્ચે મિત્રતા થઇ અને પછી પ્રેમ સંબંધો બંધાયા. મર્યાદાઓ પણ તોડી દિલનો સંબંધ શરીર સુખ સુધી પણ પહોંચ્યો હતો.તેઓનો સંબંધ બે વર્ષથી ચાલતો હતો.જયા રાઠવા નિલેશને પણ પ્રેમ કરતી હતી.નિલેશ સાથે રહેવા જયા વારંવાર માંગણીઓ કરતી હતી.નિલેશ પરિણીત હતો જેથી વાયદાઓ કરતો હતો.આજ કાલમાં કરીશું એમ કહી જયાને રાખવાનું તે ટાળતો હતો.
દરમ્યાન તા.25 એપ્રિલ 2023ના રોજ જયા રાઠવાએ અપ્પુ સોનીને કોલ કર્યો.અને તેને જેતપુરપાવી તાલુકાના ઉમરવા તારાપુર ગામની સીમમાં મળવા બોલાવ્યો.અપ્પુ પોતાની ટાટા નેક્શન ઇલેક્ટ્રીક કાર લઇ જયાને મળવા ત્યાં ગયો.જયાએ અપ્પુને બિયર પીવું છે તેમ કહી બિયર મંગાવ્યું.જયા બધું બિયર ગટગટાવી ગઇ.બીજું બિયર પણ મંગાવ્યું.તે પણ ગટગટાવ્યું.બિયર પીને બન્ને પ્રેમીઓ નશામાં ચકનાચૂર થઇ ગયા હતા.બન્ને વચ્ચે નિલેશ સંદર્ભે વાતચીત થઇ. અપ્પુએ કહ્યું મેં તને પહેલેથી જ કીધું હતું કે નિલેશ તને રાખવાનો નથી.જયા ખૂબ નશામાં હતી અને અપ્પુ સાથેની વાતચીતમાં ઉશ્કેરાટમાં આવી જતાં નિલેશને કોલ કરી બોલાવ્યો.માલુ પાલસંડા રોડ પર કોરજ ગામ આવેલું છે ત્યાં જયાએ નિલેશને મળવા બોલાવ્યો. નિલેશ કોરજ પહોંચે તે પહેલાં જ અગાઉથી જ્યા અને અપ્પુ ત્યાં પહોંચી ગયા હતા.
અપ્પુ અને જયાએ કિકાવાડા ગામેથી બિયર લીધી હતી.બન્ને કોરજ પહોંચ્યા અને કોરજ ગામે એક મંદિર નિર્માણાધિન છે તેની સમીપ અપ્પુ સોની છુપાઇ ગયો હતો.
જ્યા અને નિલેશે બિયર ગટગટાવ્યું અને જયાએ નિલેશને કહ્યું તું મારી લગ્ન કરવાનો હતો તેનું શું કર્યું? નિલેશ પણ નશામાં ચૂર હતો.નશામાં ધૂત નિલેશ ભાન ભૂલેલો હતો.અને તેણે જ્યા સાથે બેફામ વાણી વિલાસ કર્યો.અણછાજતું વર્તન અને જયાને ન ગમે તેવા શબ્દો પણ પ્રયોજયા!
એ વર્તન અને વ્યવહારથી જયા ખૂબ વ્યથિત થઇ ગઇ. તેણે મંદિરમાં સંતાયેલા અપ્પુ સોનીને બોલાવ્યો.અપ્પુ અને જયાએ ભેગા મળી નિલેશનું ગળું દબાવી ત્યાં જ નિર્મમ હત્યા કરી નાખી! કારમાં બંને જણે ટીંગાટોળી કરી નિલેશનો
મૃતદેહ નાંખી રાયપુર કેનાલ પાસે લઇ ગયા. કેનાલમાં મૃતદેહ નાખવાનો પ્રયાસ કર્યો પણ આખો મૃતદેહ કેનાલમાં ગયો નહતો.
બનાવ અંગે બીજા દિવસે તા.26 એપ્રિલે પોલીસને જાણ થઈ હતી.પ્રારંભે એ.ડી.દાખલ કરાઈ.છેક બપોરે મરનાર વ્યક્તિ નિલેશ હરિજન છે તેની ઓળખ થઇ શકી હતી.
તા.29 એપ્રિલના રોજ મોડી રાત્રે કોરજ ગામે માઇનોર કેનાલ નીકળે છે ત્યાંથી પોલીસનો સળગાવેલી અવસ્થામાં પલ્સર બાઇક મળી આવી હતી.પોલીસે મોબાઇલના સીડીઆર એનાલિસિસ કરતાં તા.25 એપ્રિલના રોજ અપ્પુ સોની અને જયા રાઠવાની એક સાથે હાજરી બતાવતી હતી.
જયાનું પોલીસે લોકેશન કાઢતા તેણી મુંબઇ પહોંચી ગઇ હતી.પોલીસની SOG અને LCBની ટીમ મુંબઈ રવાના થઇ હતી.જયા રાઠવાને મુંબઈથી ઝડપી લાવ્યા હતા.જ્યારે અપ્પુ સોનીને જેતપુરપાવીથી ઉઠાવી લીધો હતો.બંનેએ પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી લીધી છે.
જયા ની એક તબક્કે તેના સમાજમાં જ એક યુવક સાથે સગાઈ પણ થઇ ગયેલી જે નિલેશે તોડાવી હતી!
નિલેશ અને જયા નો આઠ વર્ષથી પ્રણય ફાગ ચાલતો હતો.જ્યારે જયા ની તેનાજ સમાજમાં એક યુવક સાથે સગાઈ થઇ ગઇ હતી ત્યારે નિલેશે જયાના મંગેતરને મળી તેમના સંબંધો હોવાનું કહી સગાઈ પણ તોડાવી હતી.જયા ને તેનો પણ નિલેશ સામે રોષ હતો જ. બિયર પીને બન્ને જ્યારે ટલ્લી થઇ ગયેલા અને બેફામ દલીલો પર ઉતરી પડ્યા ત્યારે ન બોલવાનું પણ નિલેશ બોલ્યો હોવાનું કહી જયાએ બીજા પ્રેમી અપ્પુ સોની સાથે મળી નિલેશનું કાસળ કાઢી નાખ્યું હતું.
* હિંસાનો નગ્ન નાચ: પ્રેમીઓની હિંસા કે હિંસાત્મક પ્રેમ !?
8 વર્ષ જૂના પ્રેમીનું નવા પ્રેમીની મદદથી દારૂના નશામાં ચૂર ગુસ્સે ભરાયેલી પ્રેમિકાએ ગળું દબાવી કાસળ કાઢી નાંખ્યુ!
એક મહેબૂબાના બે આશિક હોય તો પછી શું થાય? બંને વચ્ચે સંબંધોની ધરી પર સેન્ડવીચ થઇ ગયેલી પણ 8 વર્ષના જૂના પ્રેમને પામવા અને તે દગો કરી રહ્યાની ભાવના પ્રગટ થતાં નવા પ્રેમીની મદદથી મોતને ઘાટ ઉતારી કાસળ કાઢી નાંખવા જેવી ઘટનાની સત્યઘટનાત્મક વાસ્તવિક હકીકતે છોટાઉદેપુર જિલ્લામાં સૌને ઝંઝોળી નાંખ્યા છે.પાકટ પ્રેમ પ્રેમની ફિલસુફી વિનાનું પ્રેમ પ્રદર્શન દૈહિક આકર્ષણની મર્યાદામાં કુરુપ બની શકે! આ ઘટનામાં મર્યાદાઓ પણ ઓળંગાય છે.દિલથી દેહ સંબંધો સુધીની કથાનક પણ છે.પ્રેમ અને હિંસા પરસ્પર વિરોધી શબ્દો છે.અહીં બે પ્રેમીઓ જ મળી પ્રેમીની હત્યા કરી હોય હિંસાનો નગ્ન નાચ પણ સર્જાયો છે.તે તમામ બાબતો બોડેલી લાઇવમાં આખી ઘટનાનું વર્ણન આપ વિસ્તાર પૂર્વક વાંચી સમજી શકો છો!