Vadodara
નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં ગોલ્ડ મેડા લિસ્ટ નમ્રતા રાઠવા વતન પહોચતા ઉમળકાભેર સ્વાગત
(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)
પંજાબ ખાતે નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં ભાગ લેવા ગયેલ અને બે ગોલ્ડ મેડલ તથા એક સિલ્વર મેડલ જીતી પરત ફરેલ નમ્રતા રાઠવા આજે સાંજે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચતા વડોદરા મહાનગર પાલિકા માં કોર્પોરેટર એવા રણછોડભાઈ રાઠવા તથા રોયલ રાઠવા ગ્રુપ નાં પ્રમુખ પરેશભાઈ સંગોડીયા, રૂપસિંગભાઇ રાઠવા તથા ગોરવા આદિવાસી યુવક મંડળ નાં પીનુભાઇ રાઠવા ઉપરાંત કિશનભાઇ રાઠવા, રિકેશભાઇ રાઠવા સહિત નાં સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું ઉમળકાભેર સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આદિવાસી વિસ્તારોનાં વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે તથા રમત ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અવ્વલ નંબરે આગળ વધી રહ્યા છે જે આદિવાસી સમાજ સહિત છોટાઉદેપુર જિલ્લા માટે ગૌરવ લેવા જેવી વાત કહી શકાય,વિવિધ પ્રકારની રમતો માં ઝળકી રહેલા આવા વિરલાઓ ને વધુ બળ અને પ્રોત્સાહન મળે એના માટે રમતગમત એકેડમી શરું કરવામાં આવે તો આવા રત્ન જિલ્લા નો દેશ અને દુનિયામાં ડંકો વગાડી શકે છે તેવી આ વિસ્તારના લોકો માં માંગ ઉઠી રહી છે.
વર્ષો થી પછાત ગણાતા આદિવાસી વિસ્તાર આખા રાજ્યમાં શૈક્ષણિક તથા આર્થિક દ્રષ્ટિએ પણ ખુબ પાછળ છે તેવા સમયે જ્યારે માત્ર આકરી મજૂરી કરી પોતાના બાળકોને ભણાવી ગણાવીને કાબેલ બનાવે છે ત્યારે કોઈ આદિવાસી બાળક કે રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ કોઈ સ્પર્ધાત્મક હરિફાઈ કે રમતગમત ક્ષેત્રે આગળ આવે ત્યારે આદિવાસી પંથકમાં હરખ અને આનંદ ની લાગણી અનુભવાય છે, છોટાઉદેપુર જિલ્લામાં આંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે ટેલેન્ટ થી ભરપુર છે પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે જમાના સાથે કદમ મિલાવી શકતા નથી ત્યારે પોતાના સ્વપ્ના અધુરાં રહે છે, રાજકીય નેતાઓ એ પણ થોડો રસ લઈને ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ નાં મુંઝવતા પ્રશ્નો ની તપાસ કરી સમજીને તેમનું ભવિષ્ય ઉજળું કરવામાં રસ લે તેવું પણ પ્રજા ઈચ્છી રહી છે.
નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં ગોલ્ડ મેડા લિસ્ટ નમ્રતા રાઠવા સાથે ટેલિફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે ઓક્ટોબર/નવેમ્બર મહિનામાં પોર્ટુગલ ખાતે યોજાનાર ઈન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સ માટે કવોલિફાઈડ થઇ ચૂકી છે પરંતુ આર્થિક સ્થિતિ મારા માટે એક પડકાર બની રહેશે તેમ જણાવ્યું હતું.