Chhota Udepur

પાણીબાર ગામ ની આદિવાસી દીકરી નમ્રતા રાઠવા નેશનલ બોક્સિંગ માં ચેમ્પિયન

Published

on

(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)

છોટાઉદેપૂર જિલ્લાના પાણીબાર ગામ ની નમ્રતા રમેશભાઈ રાઠવા એ પંજાબ નાં જલંધર ખાતે યોજાયેલી પાંચ દિવસિય નેશનલ બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં ગુજરાત તરફ થી રમવા માટે ગઇ હતી,દેશના અન્ય રાજ્યોમાં થી આવેલા બોકસરો ને મ્હાત આપી નમ્રતા રાઠવાએ બે ગોલ્ડ મેડલ તેમજ એક સિલ્વર મેડલ જીતી નેશનલ બોક્સિંગ ગેમ માં ચેમ્પિયન બની ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લા તેમજ પાણીબાર ગામ નું નામ રોશન કર્યું છે.

Advertisement

આ આગાઉ નમ્રતા જિલ્લા લેવલે તથા રાજ્યકક્ષાની બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં પણ અનુક્રમે બન્ને માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને રાષ્ટ્રીય કક્ષાએ પંજાબ નાં જલંધર ખાતે રમવા જવા માટે પસંદગી પામી હતી.
નેશનલ બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં ગોલ્ડ મેડા લિસ્ટ નમ્રતા રાઠવા ઓક્ટોબર/નવેમ્બર માં પોર્ટુગલ ખાતે યોજાનાર ઈન્ટરનેશનલ બોક્સિંગ ગેમ રમવા માટે પણ જશે તેમ તેની એ જણાવ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version