Connect with us

Entertainment

nana patekar : લાંબા સમય પછી ફરી નાના પાટેકર કરશે બોલિવૂડમાં એન્ટ્રી

Published

on

Nana Patekar will enter Bollywood again after a long time

nana patekar ડિજિટલ પ્લેટફોર્મ બોલીવૂડના ટોચના કલાકારોને કામ કરવા માટે આકર્ષી રહ્યું છે.જેમાં ઓટીટી પર બનનારી વેબ સીરીઝો અને ફિલ્મો દર્શકોને પસંદ પડી રહી છે. હવે આ યાદીમાં નાના પાટેકરનું નામ પણ સામેલ થયું છે. નાના પાટેકર બોલીવૂડના શાનદાર એકટરમાંના એક છે. લાંબા સમયથી તેમણે અભિનયથી અંતર રાખ્યું છે.

(nana patekar)છેલ્લે તેઓ ૨૦૨૦માં ફિલ્મ ઇટસ માય લાઇફમાં જોવા મળ્યા હતા.પ્રકાશ ઝાની આશ્રમ વેબ સીરીઝમાં નાના પાટેકર જોવા મળવાના છે. પરંતુ એમ બન્યું નથી. હવે નાનાએ પોતે જ પોતાના આગામી પ્રોજેક્ટ વિશે સ્પષ્ટતા કરી છે. નાના પાટેકરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,  હું પ્રકાશ ઝાની એક લાલ બત્તી નામની વેબ સીરીઝ દ્વારા અભિનય ક્ષેત્રે પાછો ફરી રહ્યો છું. આ વેબ સીરીઝ રાજકારણના કાળા કર્મોને ઉઘાડા પાડશે. નાના પાટેકર તેમાં એક રાજનેતાના રોલમાં જોવા મળશે.

Advertisement

 આ પહેલા પણ નાના પાટેકર અને પ્રકાશ ઝાએ ૨૦૧૦ની ફિલ્મ રાજનીતિમાં સાથે કામ કર્યું હતું. જે રૂપેરી પડદે હિટ નીવડી હતી.અને હવે આ ફિલ્મની સિકવલની પણ ચર્ચા થઇ રહી છે. જોકે તેને બનવામાં હજી સમય લાગશે. રાજનીતિમાં નાના પાટેકર સાથે રણબીર કપૂર, અજય દેવગમ, નસીરૂદીન શાહ, કેટરીના કૈફ, મનોજ બાજપાયી જેવા દમદાર સિતારાઓ જોવા મળ્યા હતા

  વધુ વાંચો

Advertisement

સરકાર લાવી છે શાનદાર સ્કીમ, હવે 500 રૂપિયામાં પણ રોકાણ કરી શકો છો, તમને મળશે જબરદસ્ત ફાયદો

સ્વચ્છ ભારત મિશન સર્વેક્ષણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

Advertisement
error: Content is protected !!