Panchmahal

જિલ્લા પંચાયત ગોધરા ખાતે,”નારી વંદન ઉત્સવ”ની ઉજવણી કરાઈ

Published

on

પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ ઓગષ્ટ થી ૭ ઓગષ્ટ દરમ્યાન “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ તા. ૦૨/૦૮/૨૦૨૩ ના રોજ બેટી બચાઓ બેટી પઢાઓ થીમ

આધારિત બેઠકનું આયોજન જિલ્લા પંચાયત હોલ,ગોધરા ખાતે કરાયું હતું. આ સાથે મહિલાઓના આરોગ્ય અને પોષણ તથા પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત વર્કશોપનું પણ આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં જયોતિકાબેન બામણીયા દ્વારા નારી સન્માન વિશે પ્રાસંગિક ઉદ્દબોધન કરાયું હતું.જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી દ્વારા નારી શક્તિ તથા આજના યુગમાં સ્ત્રીઓ પુરુષોની સરખામણીએ તમામ ક્ષેત્રે નોંધાવેલ સિધ્ધિઓ અંગે ચર્ચા કરી હતી.તેમને જણાવ્યું કે, સ્ત્રીઓ શિક્ષણ, આર્મી, રમત ગમત, ફિલ્મ જગત તમામ ક્ષેત્રે સ્ત્રીઓની સિદ્ધિઓ વિશે વાત કરી હતી.

Advertisement

આ તકે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ આર.ચૌધરી દ્વારા ધ્ પીસી એન્ડ પીએનડીટી એક્ટ વિશે સમજણ આપી હતી. સદર એક્ટ અંતર્ગત કોઈ તબીબ સ્ત્રી ભ્રુણ હત્યા જેવું કૃત્ય કરતા હોય તો બાતમી આપવા માટે પણ ઉપસ્થિત તમામને વિનંતી કરવામાં આવી હતી. આમ ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન મહિલાઓના આરોગ્ય અને પોષણ તથા પીસી એન્ડ પીએનડીટી એક્ટ વિશે સમજણ આપવામાં આવી હતી.
આજના આ કાર્યક્રમમાં સામાજીક ન્યાય સમિતિના ચેરમેન મણીબેન વણકર,જીલ્લા પંચાયત સદસ્ય વિનોદભાઈ ભગોરા, વાલીબેન નાયકા,અધિક જીલ્લા આરોગ્ય અધિકારી,જીલ્લા ક્ષય અધિકારી,જીલ્લા મેલેરિયા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય અને પોષણ તથા પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત વર્કશોપનું આયોજન કરાયું

Advertisement

Trending

Exit mobile version