Vadodara
શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ સ્ત્રી એ વિષય ઉપર કથાકાર નયનભાઈ જોશી દ્વારા વાર્તાલાપ યોજાયો હતો

બ્રહ્મશક્તિ પ્લોટ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ સામે શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ સ્ત્રી એ વિષય પર બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટ મીનાબેન મહેતા પ્રમુખ કિર્તિ બેન ગાયત્રીબેન વ્યાસ ,કોર્પોરેટર રણછોડભાઈ રાઠવા આશિષ ભાઈ જોશી, મહાવીર ભાઈ, અને ઇફકોના ડાયરેક્ટર નયનાબેન દિપેશભાઈ શાહ, વૈષ્ણવ સમાજના આગેવાનો રાજેન્દ્ર જે શાહ, વિજયભાઈ શાહ શંભુ, વિગેરેની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ સ્ત્રી એ વિષય પર પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ચાંદોદ વાળા શાસ્ત્રીજી નયનભાઈ જોશી દ્વારા વાર્તાલાપ કરતાં જણાવ્યું કે પ્રભુ શ્રીકૃષ્ણ એટલે શુદ્ધ પ્રેમનું પ્રતીક કૃષ્ણ એટલે નિસ્વાર્થ નિરંતર પ્રેમનો ધોધ વાંસળી એટલે પ્રેમ માખણ ચોરી એટલે સ્ત્રીઓના મનની ચોરી ગોપી એટલે ભાવ છે અનન્ય ભાવ એટલે ગોપી, સ્ત્રી એટલે શુભ લક્ષ્મી ,સ્નેહ, સરળતા, સહનશીલતા, શક્તિ સમર્પણ, શરમ ,સંતુલન ,સહેલી, સર્જનહાર ,શરણાગતિ અને સ્તંભ આ સ્ત્રીની મુખ્ય ગુણો છે. પ્રભુ શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ સ્ત્રીને જાણવા માટે વૃંદાવન જવું પડે કૃષ્ણની વીજળી એ રાધા છે રાધા વગર કૃષ્ણ અધૂરા છે અંધારા અને રાધા કૃષ્ણની વિવિધ ધારા એટલે જ રાધા કૃષ્ણની શક્તિ એ જ રાધા છે જે બધાને આકર્ષિત કરે તે કૃષ્ણ નંદ યશોદા ,કંસ પૂતના, રુકમણી, યોગમાયા મીરા, વિગેરેની ચર્ચા કરી.
સંસદ રંજનબેન ભટ્ટ દીકરીઓ માટે દર્દ ખૂબ કઠિન છે વડોદરા શહેર અને આજુબાજુમાં જેટલી ટીમ્બીના દર્દીઓને દત્તક લીધા છે અને રાશન આપવાનું પણ આયોજન કરી રહી છે સમાજની બહેનોને કેવી રીતે મદદ કરી તેવો ભાવ આજે મીનાબેન મહેતા અને કીર્તિબેન કરી રહ્યા છે 7:30 ટકા વ્યાજની સ્કીમ ની ચર્ચા પણ રંજનબેન જણાવી હતી. સંસદ રંજનબેન ભટ્ટ મીનાબેન મહેતા દ્વારા નયનભાઈ જોશી સન્માન કરવામાં આવ્યું હતું. સર્જન સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહીને કૃષ્ણની દ્રષ્ટિએ સ્ત્રી નો રોલ કેવો હતો તે જાણકારી મેળવી ધન્યતા અનુભવી હતી. ગાયત્રીબેન વ્યાસે સમગ્ર કાર્યક્રમનું સુંદર સફળ સંચાલન કર્યું હતું.