International
નાસાએ આર્ટેમિસ મિશન માટે પસંદ કરી આ ચાર અવકાશયાત્રીઓની ટીમ ,જશે 2024 માં ચંદ્ર પર
યુએસ સ્પેસ એજન્સી નાસાએ સોમવારે ચંદ્ર મિશન આર્ટેમિસ II માટે એક મહિલા સહિત ચાર અવકાશયાત્રીઓની ટીમની જાહેરાત કરી હતી. આર્ટેમિસ II મિશન હેઠળ અવકાશયાત્રીઓ આવતા વર્ષે ચંદ્ર પર જશે.
024માં ચંદ્ર પર જશે
આ ટીમમાં યુએસ નેવીના ભૂતપૂર્વ પાયલટ રીડ વાઈઝમેન, આફ્રિકન અમેરિકન મરીન વિક્ટર ગ્લોવર, અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચ, કેનેડિયન અવકાશયાત્રી જેરેમી હેન્સનનો સમાવેશ થાય છે. ક્રિસ્ટીના કોચ મહિલા દ્વારા સૌથી લાંબી અવકાશ ઉડાનનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે.
ગયા વર્ષનું આર્ટેમિસ II મિશન સફળ રહ્યું હતું. તે માનવરહિત ચંદ્ર મિશન હતું. માણસે પ્રથમ વખત 1969માં ચંદ્ર પર પગ મૂક્યો હતો. નીલ આર્મસ્ટ્રોંગ 1969માં ચંદ્રની સપાટી પર પહોંચ્યા હતા.
જાણો કોણ છે ક્રિસ્ટીના કોચ
ક્રિસ્ટીના કોચ, 44, ચંદ્ર પર ચાલનારી પ્રથમ મહિલા અવકાશયાત્રી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તે 328 દિવસ સુધી અવકાશમાં રહી છે અને એક મહિલા દ્વારા અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ ધરાવે છે.
તેણે NASAના અન્ય અવકાશયાત્રી, જેસિકા મીર સાથે ઓક્ટોબર 2019માં પ્રથમ સર્વ-સ્ત્રી સ્પેસવોકમાં ભાગ લીધો હતો. 47 વર્ષીય જેરેમી હેન્સન કેનેડાનો રહેવાસી છે. કેનેડિયન સ્પેસ એજન્સીમાં જોડાતા પહેલા તેઓ રોયલ કેનેડિયન એરફોર્સમાં ફાઈટર પાઈલટ હતા. આ તેમનું પહેલું અંતરિક્ષ મિશન હશે.