Tech
NASAએ ટેસ્ટ કરી ‘હોલોપોર્ટેશન’ ટેક્નોલોજી
અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ કહ્યું છે કે તેણે ‘હોલોપોર્ટેશન’ નામની એક કમ્યુનિકેશન ટેક્નોલોજીનું પરીક્ષણ કર્યું છે. વાસ્તવમાં હોલોપોર્ટેશન શબ્દ ‘હોલોગ્રામ’ અને ‘ટેલિપોર્ટેશન’નું સંયોજન છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં નાસાએ આ ઇનોવેટિવ 3D ટેક્નોલોજીનો ઉપયોગ તેના ફ્લાઇટ સર્જન ડૉ. જોસેફ શ્મિડને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ‘હોલોપોર્ટ’ કરવા માટે કર્યો હતો, જ્યારે ડૉક્ટર ફિઝિકલી પૃથ્વી પર હાજર હતા.
આ ટેક્નોલોજી હેઠળ ડૉ શ્મિડ અને તેમની ટીમના સભ્યોના 3D હોલોગ્રામ બનાવવામાં આવ્યા અને તેમને સ્પેસ સ્ટેશન પર ટ્રાન્સમિટ કરવામાં આવ્યા, જે અવકાશયાત્રીઓ સાથે લાઇવ વાતચીતના રૂપમાં જોવા મળ્યું.એક્સા અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના કસ્ટમ સોફ્ટવેર સાથે માઇક્રોસોફ્ટ હોલોલેન્સ કિનેક્ટ કેમેરાનો ઉપયોગ કરીને, NASA ફ્લાઇટ સર્જન ડૉ. જોસેફ શ્મિડ, એઈએક્સએ એરોસ્પેસ સીઇઓ ફર્નાન્ડો ડી લા પેના લાકા અને તેમની ટીમોને સ્ટેશનની વચમાં હોલોપોર્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ટૂ-વે કમ્યુનિકેશનમાં અવકાશયાત્રી થોમસ પેસ્કેટ સાથે વાતચીત કરી.