Gujarat
BJP ગ્રુપમાં બીભત્સ ફોટા વાઈરલ અજાણી લીંક ઓપન કરતાં પહેલા સાવધાન
કાલોલ બીજેપી ગ્રુપમાં વાયરલ થયા હતા આ ફોટા ઘોઘંબા તાલુકા પંચાયતના સદસ્યના નંબર ઉપરથી વાયરલ થયા હોવાનુ જાણવા મળ્યું હતું. ગ્રુપમાં વાયરલ થયેલા ફોટો અંગે તાલુકા સદસ્યની પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં તેમણે અજાણ્યા whatsapp નંબર ઉપરથી એક લિંક આવી હોવાનું જણાવ્યું હતું. આ લીંક પક્ષની હોવાનું સમજી તેમણે લિંક ઓપન કરતાની સાથે જ મોબાઈલ હેક થયો હતો અને મોબાઈલની ડિસ્પ્લે ઉપર થી whatsapp ગાયબ થઈ ગયું હતું. ત્યારબાદ તાલુકા સદસ્ય ઉપર ફોન આવવાના ચાલુ થયા હતા.
જેમાં બીભત્સ ફોટા અપલોડ કર્યા હોવાનું કહેતા તેમણે આ બાબતની જાણ થઈ હતી ત્યારબાદ તેઓ મોબાઇલ શોપમાં જઈ મોબાઈલને ફોર્મેટ મારી નવેસરથી whatsapp ડાઉનલોડ કરતા રાબેતા મુજબ મોબાઇલ ચાલુ થયો હતો આદિવાસીઊંડાણ વિસ્તારમાં રહેતા અને whatsapp, facebook, instagram જેવી એપ્લિકેશનની અધુરી જાણકારીને કારણે અંજાણી લીક ઓપન કરતાં આ બનાવ બન્યો હોવાની જાણકારી આપી હતી