Chhota Udepur
છોટાઉદેપુર ટીચર્સ પ્રીમિયર લીગમાં નસવાડીની ટીમ વિજેતા

પ્રતિનિધિ, કાજર બારીયા
જિલ્લા પ્રાથમિક સંઘ છોટાઉદેપુર દ્વારા આયોજિત આંતર તાલુકા છોટાઉદેપુર ટીચર્સ પ્રીમિયર લીગ સિજન -૧(CTPL -૧)નું આયોજન તેજગઢ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તારીખ ૧૮ – ૧૯ ફેબ્રુઆરી ના રોજ થયું જેમાં ૬ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમો એ ભાગ લીધો હતો. જેમાં જેતપુપાવી,બોડેલી,નસવાડી,સંખેડા, ઉદેપુર અને કવાંટ ની ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં નસવાડી અને જેતપુર લાઇન્સ વચ્ચે ટક્કર થઈ જેમાં પ્રથમ બેટિંગ કરતાં જેતપુર લાઇન્સની ટીમે ૯૬ રન કર્યા જવાબમાં નસવાડી ની ટીમે બેસ્ટ પરફોમન્સ આપતા ૧૦ ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી વિજેતા થયા હતાં.
છેલ્લે ફાઇનલ સેરેમની માં ૧૩૮ જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતાં. જેઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી ધારાસભ્ય દ્વારા ફાઇનલમાં આવેલ બન્ને ટીમોને ૫-૫ હજાર પ્રોત્સાહીત ઈનામ આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇમરાનભાઈ સોની પણ ઉપસ્થિત રહી ખેલાડીઓ ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શૈલેષભાઈ રાઠવા ,મહામંત્રી રાકેશ ભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. તેમજ ટુર્નામેન્ટ ના તમામ આયોજન માટે ભૂપેન્દ્ર ભાઈ પટેલ તેમજ બશીરભાઈ ચિંતામણનો પણ જિલ્લા સંઘ છોટાઉદેપુર એ આભાર વ્યકત કર્યો હતો. અંતમાં ટુર્નામેન્ટ ની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.