Panchmahal
બોરુ પ્રા.શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી.
આજરોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની બોરુ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામ ની શાળા ના બાળકો ને આંગણવાડી માં જતા એક વર્ષથી પાંચ વર્ષ સુધીના બાળકોને શાળા એ ન જતાં બાળકો ને કૃમિ ની ગોળી ચાવીને ખવડાવવામાં આવી.આ તકે આચાર્ય એ કૃમિથી થતા નુકસાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ વર્તાય છે.બાળક જલ્દી થાકી જાય છે.પેટમાં દુ:ખાવો, ઉલ્ટી અને ઝાડાના લક્ષણો જોવા મળે છે.
વજન ઘટતુ જાય છે.તેના કારણે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઇ જાય છે. એમની સાથે આરોગ્ય સુપરવાઈઝર ના માર્ગદર્શન હેઠળ એફ.એચ.ડબલ્યુ. આશાબેન દરજી દ્વારા શાળાના ૧૬૧ બાળકોને કૃમિનાશક ગોળી ચાવીને ખવડાવવામાં આવી હતી.આ દિવસે બાકી રહી ગયેલા બાળકોને ૧૪મી ફેબ્રુઆરી સુધીમાં મોકઅપ રાઉન્ડ યોજીને આવરી લેવામાં આવશે. આ અંગે ગ્રામ્ય વિસ્તારમાં વસતા પરિવારોના ૧ થી ૧૯ વર્ષ સુધીના બાળકોને કૃમિની બિમારી સામે રક્ષિત કરવામાં આવશે.