Connect with us

Panchmahal

પંચમહાલ જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રાષ્ટ્રિય લોક-અદાલત યોજાશે

Published

on

National Lok-Adal will be held on 09 September 2023 in all courts of Panchmahal district.

નામદાર રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ-નાલ્સા, ન્યૂ દિલ્લીના આદેશથી તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ પંચમહાલ જિલ્લા મથક ગોધરાની અદાલતો સાથે-સાથે શહેરા,મોરવા (હ.), કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા તાલુકા મથકોની તમામ કોર્ટોમાં આગામી તા.૦૯.સપ્ટેમ્બર ૨૦૨૩ શનિવારના રોજ નામદાર અઘ્યક્ષ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પંચમહાલ અને પ્રિન્સીપલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ જિલ્લા અદાલત પંચમહાલના અઘ્યક્ષ સ્થાને નેશનલ લોક-અદાલત યોજવામાં આવશે.

National Lok-Adal will be held on 09 September 2023 in all courts of Panchmahal district.

જેમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો જેમ કે, ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ હેઠળના કેસો, બેંક રિકવરીના કેસો, એમ.એ.સી.ટી. કેસો, મેટ્રીમોનીયલ કેસો, લેબર ડીમ્પ્યુટ કેસો, ઈલેકટ્રીક અને વોટર બીલ (ચોરીના નોન – કંપાઉન્ડેબલ સિવાય ) કેસો, સર્વિસ મેટર જેમાં પગાર ભથ્થાં અને નિવૃત્તિના લાભોને લગતાં કેસો, એલ.એ.આર., રેવન્યુ કેસો, અન્ય સીવીલ કેસો (રેન્ટ, ઈઝમેન્ટરી રાઈટસ, ઈન્જેકશન શુટ,સ્પેસીફીક પરફોર્મેન્સ શુટ ) અને પ્રિ-લીટીગેશન કેસો વિગેરે સમાધાન અર્થે મૂકી શકાશે. નેશનલ લોક – અદાલત થકી વધુમાં વધુ લોકો સમાધાનથી વિવાદમુકત બને તે હેતુથી આયોજન કરવામાં આવેલ છે. આમાં સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોએ સંબંધિત કોર્ટોનો અથવા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગોધરા, ડીસ્ટ્રકીકટ કોર્ટ કંપાઉન્ડ, સીવીલ અને ક્રિમીનલ કોર્ટ બિલ્ડીંગ, બીજો માળ રૂમ નં. ૩૨૩ ખાતે સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ ડી.સી.જાનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!