Gujarat

પંચમહાલ જિલ્લા તથા તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું

Published

on

આજ રોજ તા.રર.૦૬.૨૦૨૪ના શનિવારના રોજ નાલ્સા, નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ પંચમહાલ-ગોધરા જીલ્લા તથા તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય લોક-અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં જુદી-જુદી ફોજદારી,દિવાની તથા એમ.એ.સી.ટી.ટ્રીબ્યુનલ,ફેમીલી કોર્ટમાં દિવાની તથા ફોજદારી સમાધાન લાયક કેસો મુકાયા હતા.

આ ઉપરાંત વીજ કંપની, મોબાઈલ કંપની, બેંક જેવી સંસ્થાઓ ધ્વારા પણ પ્રિ-લીટીગેશનના કેસો મૂકવામાં આવેલ હતા. જેમાં તમામ કેટેગરીના મળી કુલ- ૨૧,૩૧૪ કેસો મૂકવામાં આવેલ હતા તે પૈકી કુલ -૫૭૨૭/ કેસો લોક-અદાલત તથા સ્પે.સીટીંગના માધ્યમથી પૂર્ણ કરવામાં આવેલ છે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે

Advertisement

Trending

Exit mobile version